દિલ્હી ઉપર હવાનું પ્રદુષણ અને કોરોનાનું બેવડું જોખમ: 5739 નવા કેસ નોંધાયા

0
84
  • દિલ્હીમાં પડ્યા ઉપર પાટું જેવી સ્થિતિ : કોરોનાનાં કહેર વચ્ચે હવાના પ્રદુષનથી દિલ્હીવાસીઓ પરેશાન


દેશની રાજાધાની દિલ્હી કોરોના અને હવાના પ્રદુષણનાં બેવડા માર સામે જજુમી રહી છે. એક તરફ કોરોના સતત બે દિવસથી નવો રેકોર્ડ બનાવી રહ્યો છે તો બીજી તરફ પ્રદુષણ પર રેડ એલર્ટ જાહેર કરવાની નાજુક સ્થિતિ સર્જાઈ રહી છે. રાજધાનીમાં ગુરુવારે 5739 નવા કોરોનાના કેસ નોંધાયા છે.  દિલ્હીમાં બુધવારે કોરોનાના 5673 નવા કેસ સામે આવ્યા હતાં ત્યારે દિલ્હીવાસીઓમાં કોરોનાએ ફરી માથું ઉચક્યાંનો ફફડાટ ફેલાય રહ્યો છે.  જોકે આ બાબતે આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈને જણાવ્યું હતું કે કોરોનાનો ત્રીજો રાઉન્ડ છે કે નહી તેની ખાતરી કરવા માટે એક સપ્તાહ માટે કોરોનાના આંકડાઓ પર નજર રાખવી પડશે. હવે જ્યારે સતત બીજા દિવસે કોરોનાના આંકડાઓ વધી રહ્યાં છે ત્યારે કોરોના ત્રીજી વખત દિલ્હીને પોતાના ભરડામાં લઈ રહ્યો હોય એવું જણાઈ રહ્યું છે.


વધુ ચિંતાજનક બાબત એ છે કે દિલ્હીમાં પ્રદુષણનું સ્તર પર ભયજનક સપાટી પર ચાલી રહ્યું છે. શુક્રવારે આખા શહેરમાં ઝેરીલી હવા અનુભવાઈ હતી. એર ક્વોલીટી ઇન્ડેક્સનાં આંકડા કોઈના પણ રૂંવાડા ઉભા કરી શકે એવા છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા દિલ્હીનાં આનંદ વિહારમાં એક્યુઆઈ લેવલ 408, બનાવામાં 447, પટપઈગંજમાં 404 અને વીજપુરમાં 411 ઉપર પહોચી ગયો હતો. આ આંકડા અતિ ગંભીર સ્થિતિ સૂચવે છે. આ આંકડાઓ અનુસાર દિલ્હીની હવા ઝેરીલી થઈએ ચુકી છે અને હવે શ્વાસ સંબંધિત રોગો વધવાનો ખતરો વધી ગયો છે.


વાસ્તવમાં તાપમાનને પ્રદુષણ સાથે ઉંધો સંબંધ છે. હવામાં ભેજનું પ્રમાણ વધવાથી પ્રદૂષણકારી તત્વ હવામાં વધુ સમય સુધી રહી શકે છે અને વાતાવરણમાં એક પડ બનાવે લે છે.  એક તરફ રાજધાનીમાં ઓક્ટોબરમાં જ ઠંડીએ નવો રેકોર્ડ બનાવાનું શરું કરી દીધું છે. દિલ્હીમાં 26 વર્ષ પછી ઓક્ટોબરમાં આટલી ઠંડી નોંધાઈ છે. ગુરુવારે સવારે તાપમાન લગભગ 12.5 ડીગ્રી સુધી પહોચી ગયું હતું. જ્યારે 20 ઓક્ટોબરે લધુતમ તાપમાન 11 વર્ષનો રેકોર્ડ બ્રેક કરતું નોંધાયું હતું. અગાઉ વર્ષ 1994મા 12.3 ડીગ્રી તાપમાન નોંધાયું હતું તેમજ 31 ઓક્ટોબર 1937નાં રોજ દિલ્હીમાં ઠંડીનો પારો 9.4 ડિગ્રી સુધી પહોચી ગયો હતો.    જ્યારે આ વર્ષે ઠંડી પણ નવો જ રેકોર્ડ સ્થાપશે એવી આંશકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણકે આ વર્ષે તો 16 ઓક્ટોબરથી જ ઠંડી વધવાની શરૂ થઈ ગઈ છે અને તાપમાન સતત નીચું આવી રહ્યું છે. 3 નવેમ્બરનાં રોજ સવારનું તાપમાન 11 થી 12 ડીગ્રી રહેવાની આંશકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


હવામાન  ખાતાના જણાવ્યા અનુસાર આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટીવ નથી થઈએ રહ્યું. રાજસ્થાન ઉપર એન્ટી સાયક્લોન પરિસ્થિતિએ પણ હવાને શુષ્ક અને ઠંડી કરવાનું કામ કર્યું છે. લા નીનની અસરના કારણે આ વખતે શિયાળાનો સમયગાળો લાંબો રહેવાની શક્યતાઓ છે. કોરોના વાયરસ પણ વ્યક્તિના શ્વસનતંત્ર સાથે જોડાયેલી બીમારી છે અને હવે તેમાં દિલ્હીની પ્રદુષિત હવા તેમજ ઠંડીનો કહેર. દિલ્હી વાસીઓ માટે સ્થિતિ વધુ ગંભીર અને મુશ્કેલ બની શકે છે.   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here