જેતપુર-અમરેલી વાયા વીરપુર ફતેપુર એસટી બસ બંધ કરાતા રોષ

0
90

ગુરુ ભોજલરામબાપા અને શિષ્ય જલારામબાપાના જન્મ અને કર્મ સ્થાનકો વીરપુર અને ફતેહપુરને જોડતી વીરપુર થઈને જતી એસટી વિભાગની જેતપુર-અમરેલી રૂટની બસ એસટી વિભાગ દ્વારા બંધ કરી દેવાતા ગુરુ-શિષ્યના ભાવિકોમાં એસટી તંત્ર સામે રોષ ફેલાઈ ગયો છે.


સંત શિરોમણી જલારામબાપાના દર્શનાર્થે રોજ દેશ વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ વીરપુર આવતા હોય છે. અને વીરપુર નેશનલ હાઈ વે પરનું ગામ હોવાથી વાહનોની સમસ્યા પણ શ્રદ્ધાળુઓને નડતી નથી. પરંતુ શિષ્ય જલારામબાપા અને ગુરુ ભોજલરામ બાપાના જન્મ સ્થાનકો વીરપુર અને ફતેહપુર બંને ગામોએ શ્રશાળુઓને અવરજવર માટે એસટી વિભાગ દ્વારા જેતપુર-અમરેલી રૂટની એક બસ ચલાવવામાં આવતી. 


આ બસ જેતપુરથી ઉપડીને વાયા વીરપુર, ગોમટા, નવાગામ, લીલાખા, દેવળા જેવા અનેક નાનામોટા ગામડાઓમાં થઈને અમરેલી તરફ જતી. અમરેલીની બાજુમાં ફતેહપુર ગામ કે જે ભોજલરામ બાપાની કર્મ ભૂમી હોય તે ગામનો અને વિરપુરનો અનન્ય નાતો છે. અને બંને ગામના લોકો પણ એકબીજા સાથે જોડાયેલ છે. અને તેઓને રોડ માર્ગે જોડવાનું કામ જેતપુર- અમરેલી રૂટની બસ કરતી હતી પરંતુ એસટી વિભાગ દ્વારા કોઈ પણ કારણ દર્શાવ્યા વગર આ રૂટની એકમાત્ર બસ બંધ કરી દેવાતા શ્રધ્ધાળુઓમાં રોષ ફેલાઈ ગયો છે. હાલમાં તો શ્રદ્ધાળુઓને ખાનગી વાહનોના મસમોટા ભાડા ખર્ચીને વીરપુરથી અમરેલી બાજુ અવરજવર કરવી પડે છે.   ત્યારે બંધ કરાયેલ આ રૂટની બસ એસટી તંત્ર દ્વારા વહેલી તકે ફરી શરૂ કરવામાં આવે તેવી યાત્રાળુઓમાં માંગ ઉઠવા પામી છે.

વીરપુર (જલારામ) પંથકમાં અમરેલી તરફ જવાની એકમાત્ર સુવિધા હતી તે ઝુંટવાઇ
મનીષ ચાંદ્રાણી-વીરપુર (જલારામ): વીરપુરથી અમરેલી તરફ જવા એક માત્ર બસ એસટી વિભાગ દ્વારા ચલાવવામાં આવતી હતી. અહીં અમરેલી તરફથી ઘણા યાત્રાળુઓ જલારામબાપાના દર્શનાર્થે આવે છે તેમજ વીરપુર ગામના લોકોને અમરેલી તરફ જવાનું હોય ત્યારે ગોંડલ અથવા જેતપુર જવું પડે છે, ત્યાંથી અમરેલી ‚ટ તરફની બસ પકડવાની રહે છે. વીરપુરથી અમરેલી તરફ જવા અન્ય ખાનગી વાહનોની પણ સવલત ન હોય તંત્ર દ્વારા બંધ કરવામાં આવેલ બસ તેમજ દિવસ દરમિયાન વધારાની બસ ચાલુ કરે તેવી યાત્રાળુઓ તેમજ ગ્રામજનોમાં માગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here