મોદીએ આરોગ્ય વનનું લોકાર્પણ કર્યું, બે દિવસમાં સી-પ્લેન અને જંગલ સફારી સહિત 17 પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે

0
124

કેવડિયામાં આરોગ્ય વન અને કુટીરનું PM મોદીએ લોકાર્પણ કર્યું

  • વડાપ્રધાન મોદીની મુલાકાતને લઇને કેવડિયા પોલીસ છાવણીમાં ફેરવાયુ, વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ કરશે
  • મોદી 30 અને 31 ઓક્ટોબરની બે દિવસની કેવડિયાની મુલાકાતે, કાલે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે

PM નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવે છે. મોદી ગાંધીનગરથી સીધા કેવડિયા પહોંચ્યા છે. જ્યાં તેઓએ સૌથી પહેલા આરોગ્ય વનનું લોકાર્પણ કર્યું છે. મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેશે. આવતીકાલે 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે અને 2 દિવસ દરમિયાન 17 પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. જેને પગલે કેવડિયા પોલીસ છાવણીમાં ફેરવાયું છે. વડાપ્રધાન મોદીના કેવડિયામાં રાત્રિ રોકાણ કરશે. જેને પગલે ગુપ્તચર એજન્સીઓ સતર્ક બની ગઇ છે. કેન્દ્રીય દળની ટુકડીઓ, NSG, CISF, NDRF, CRPF, ગુજરાત પોલીસ અને જમ્મુ કાશ્મીર પોલીસ આવતીકાલે કેવડિયા ખાતે એકતા પરેડ કરશે.

મોદીનું કેવડિયા સ્થિત હેલિપેડ ખાતે સ્વાગત કરાયું

મોદીનું કેવડિયા સ્થિત હેલિપેડ ખાતે સ્વાગત કરાયું

પીએમ મોદીનો કેવડિયામાં આજનો કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે 12:10થી 12:50 દરમિયાન આરોગ્ય વન અને આરોગ્ય કુટિરનું લોકાર્પણ કરશે. 12:50થી 1 વાગ્યા દરમિયાન એકતા મોલનું લોકાર્પણ કરશે. 1 વાગ્યે ચિલ્ડ્રન ન્યુટ્રિશિયન પાર્કને ખુલ્લો મૂકશે. 3:30થી 5 વાગ્યા દરમિયાન જંગલ સફારીનું લોકાર્પણ કરશે. 5 વાગ્યે વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. 5:15 વાગ્યે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે જેટ્ટી અને એકતા ક્રુઝનું લોકાર્પણ કરશે. ત્યારબાદ ડાયનેમિક ડેમ લાઇટિંગનું લોકાર્પણ કરશે. 7:20 વાગ્યે વેબસાઇટ અને કેવડિયા મોબાઇલ એપનું લોન્ચિંગ કરશે. 7:25થી 7:35 દરમિયાન યુનિટી ગ્લો ગાર્ડનની મુલાકાત લઇને તેનું લોકાર્પણ કરશે અને 7:45થી 8 વાગ્યા દરમિયાન કેકટર્સ ગાર્ડનનું લોકાર્પણ કરશે.

પીએમ મોદી કેવડિયા સ્થિત સર્કિટ હાઉસ પહોંચ્યા

પીએમ મોદી કેવડિયા સ્થિત સર્કિટ હાઉસ પહોંચ્યા

મોદી જે પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે તેની ખાસિયતો
સી-પ્લેન

માલદીવથી સ્પાઇસ જેટનું આ સી પ્લેન કેવડિયા અને અમદાવાદ વચ્ચે મુસાફરી માટે દેશમાં પ્રથમ સેવા થશે. જેમાં 14 પ્રવાસીઓ બેસી શકશે. એક વ્યક્તિનું એક તરફનું ભાડુ 1500 રૂપિયા નક્કી કરાયું છે.

જંગલ સફારી પાર્ક અને ફેરી બોટ (ક્રુઝ)
375 એક્ટરમાં ફેલાયલા જંગલ સફરીમાં 1500 દેશી અને વિદેશી પ્રાણીઓ છે. વ્યક્તિ દીઠ રૂા. 200ની ટિકિટ છે. પેટ્સ ઝોનનો પણ આ ટિકિટમાં સમાવેશ છે. ફેરી બોટ(ક્રુઝ) પ્રોજેક્ટ 100 ટકા પૂર્ણ છે અને લોકાર્પણ માટે તૈયાર છે. બોટમાં 202 પ્રવાસી આનંદ માણી શકશે. એક પ્રવાસી દીઠ ક્રૂઝનું ભાડુ રૂા. 430 રાખ્યું છે.

ગ્લો ગાર્ડન અને ભારત ભવન
ગ્લો ગાર્ડન 100 ટકા પૂર્ણ છે, કોકોનટ ગાર્ડન, ગ્લો ગાર્ડનની લાઈટ, વિશ્વ વન સહિતના પ્રોજેક્ટમાં લાઈટિંગ કરાયું છે. ટિકિટનો ચાર્જ 200 રૂા છે. શ્રેષ્ઠ ભારત ભવનમાં થ્રી સ્ટાર હોટેલ બનાવાઇ છે. 52 એસી લક્ઝુરિયસ રૂમો, સ્વિમિંગ પુલ સહિત મોટું ગાર્ડન છે.રૂા. 6 હજાર ભાડુ છે.

એકતા મોલ અને ચિલ્ડ્રન ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક
એકતા મોલ એ વિવિધ રાજ્યોની હસ્તકલાઓ અને સ્પેશિયલ કારીગરો, મહિલા સંગઠનો અને સામાજિક સંસ્થાઓ દ્વારા બનાવેલી વસ્તુઓ અને રાજ્યની ઓળખ ગણાતી વસ્તુનો શોપિંગ મોલ છે. ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેકટ છે. ચિલ્ડ્રન પાર્કની વિઝીટ કરનાર બાળક પૌષ્ટિક વસ્તુ જાણતો થશે. ટિકિટનો દર રૂા. 300 છે.

કેકટર્સ ગાર્ડન અને એકતા નર્સરી
દેશનું પ્રથમ એક ગાર્ડન છે જેમાં દેશ વિદેશના કાંટાળા રંગ બેરંગી છોડ છે. એકતા નર્સરીમાં 10 હજાર કરતા વધુ પ્લાન્ટ તૈયાર કરાયા છે. જે પ્રવાસીઓ માટે વેચાણમાં મૂક્યા છે

આરોગ્ય વન અને રેલવે સ્ટેશન
આરોગ્ય વન એક કુદરતી પ્લાન્ટથી ભરપૂર છે. સૌથી વધુ ઓક્સિજન આપે એવા પ્લાન્ટ્સ છે. અહીંના યોગ ગાર્ડનમાં મોદી યોગ કરશે અને તેનું લોકાર્પણ કરશે. વેલનેસ સેન્ટરમાં મસાજ કરાવો તો ખર્ચ થશે. ચાંદોદથી કેવડિયા રેલવે લાઇનનું કામ 60 ટકા પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. હજી રેલવે લાઇન પૂર્ણ કરવાની છે. રેલવે સ્ટેશનની કામગીરી પણ અધૂરી છે. હજી તૈયાર થતા 6 મહિના લાગશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here