૧૩ વખત રકતદાન કરનાર ડો.ધવલ ગોસાઇએ પ્લાઝમાં ડોનેટ કરીને જન્મદિન ઉજવ્યો

0
86

આટકોટ કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને નાથવા આરોગ્ય તંત્ર સજ્જ છે, સ્થાનિક આરોગ્ય અધિકારીઓ અને રાજય સરકારના ખાસ ફરજ પરના ઉચ્ચ અધિકારીઓ રાતદિવસની મહેનત થકી કોરોના નિયંત્રણ માટેના અસરકારક પગલાં લઈ રહ્યા છે. એવા કપરા સમયે નાગરીકો પણ પોતાનો નાગરીક ધર્મ બજાવવામાં જરા પણ ઉણા ઉતર્યા નથી. ત્યારે કોરોનામુકત બન્યા બાદ ડો.ધવલ ગોંસાઈ એ પોતાના જન્મદિને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પ્લાઝમાં ડોનેટ કરીને જન્મદિવસની અનોખીઉજવણી કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે.

ડો.ધવલભાઈ મૂળ તો કમળાપુર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફીસર તરીકે કાર્યરત છે અને ખાસ ૧૧ દિવસ માટે તેમનું ડેપ્યુટશન રાજકોટ ખાતે સમરસ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. કાર્યકાળ પૂર્ણ થતાં તેમનો ટેસ્ટ કરાવતા તેનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો માટે તેમને પણ દાખલ કરવામાં આવ્યા, સારવાર દરમિયાન ખબર પડી કે તેમના ફેફસાં ૨૫% ડેમેજ છે આમછતા તેમણે હૈયે હામ રાખીને હોંશભેર કોરોનાને મ્હાત આપી.

હાલ તેમના શરીરમાં એન્ટીબોડી જનરેટ થતા તેમણે જન્મદિને અન્યોને મદદરૂપ થવાની લાગણી સાથે સિવિલ હોસ્પિટલમાં પ્લાઝમાં ડોનેટ કર્યું છે. આ વિશે વાત કરતા ડો.ધવલ જણાવેે છે કે, ‘સમરસમાં આવતા દરેક પોઝિટિવ દર્દીઓને હું આત્મીયતા પૂર્વક આશ્વાસન આપતો કે તમે ચિંતા ન કરો તમે જલ્દી સાજા થઈને તમારા ઘરે પરત ફરશો આ સાંભળીને તેઓ ખુશ થઈ જતા પણ જયારે મને કોરોના થયો ત્યારે હું કોરોનાગ્રસ્ત દર્દીઓની માનસિક પરિસ્થિતિને વધુ નજીક થી સમજી શકયો, માટે મારા જન્મદિને પ્લાઝ ડોનેટ કરી હું અન્ય સંક્રમિત દર્દીઓની સેવા કરી રહ્યો છું. પ્લાઝમા ડોનેટ કરવાથી શરીરમાંથી રોગ પ્રતિકારક શકિત ઓછી થતી નથી કે અન્ય કોઈ પણ પ્રકારની બીમારી પણ ઉત્ત્।પન્ન નથી થતી, તો હું મારી જેમ કોરોના મુકત થયેલા અન્ય વ્યકિતઓને અનુરોધ કરું છું કે તમે પણ પ્લાઝમા ડોનેટ કરો, પ્લાઝમાથી બે દર્દીઓની જિંદગી બચી શકતી હોય તો આનાથી મોટું સેવાકાર્ય બીજું શું હોઈ શકે ? આ રીતે આપણે સૌ કોરોના સંક્રમિત વ્યકિત અને આરોગ્ય તંત્ર બન્નેને મદદરૂપ થઈ આપણા સામાજિક ઉત્ત્।રદાયિત્વને નિભાવવા તત્પર થઈએઙ્ખ

અત્રે ઉલ્લેખનીય છે કે ડો.ધવલે ૧૩ વાર બ્લડડોનેટ કર્યું છે અને હવે પ્લાઝમાં ડોનેટ કરી કારોનાના સંક્રમણ કાળમાં લોકોમાં માનવીય અભિગમના પ્રસારને પ્રેરક બળ પુરૂ પાડયું છે.

ડો.ધવલ ગોસાઇના આ સત્કાર્ય અને પ્રેરણાદાયી કાર્યથી તેમના ઉપર અભિનંદનની વર્ષા થઇ રહી છે.

અહેવાલ- કરશન બામટા, આટકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here