ભારતમાં દસ મહિનામાં દસ કરોડથી વધુ લોકોના કરાયા કોરોના ટેસ્ટ

0
41
  • જાન્યુઆરીમાં એક વ્યક્તિની તપાસ થઈ હતી જ્યારે ઓક્ટોબરમાં 10.65 કરોડનાં ટેસ્ટ થયા: આરોગ્ય મંત્રાયલે આપી માહિતી


ભારતમાં  કોરોના વાયરના કેસમાં ફરી એક વાર સતત વધારો જોવા મળી રહ્યો છે. સરકારે કોરોનાના ટેસ્ટ પણ વધારી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે જાન્યુઆરીમાં ભારતમાં એક જ વ્યક્તિનો કોરોના ટેસ્ટ થયો હતો જ્યારે અત્યાર સુધીમાં ઓક્ટોબર મહિના સુધીમાં દેશભરમાં  10.77 થી વધુ લોકોનાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.


કોરોનાનો કહેર દેશ વિદેશમાં ફરી એક વાર વધી રહ્યો છે. કેટલાક દેશમાં તો બીજા લોકડાઉનની માગ કરવામાં આવી રહી છે ત્યારે ભારતમાંથે એપણ કોરોના રજા લેવાનાં સ્થાને ફરી માથું ઉચકતો જોવા મળી રહ્યો છે.  જોકે હવે સરકાર પણ કોરોના સાથે બાથ ભીડવા માટે તૈયાર હોય એમ કોરોના ટેસ્ટ કરાવી રહી છે. સાથે સાથે લોકો પણ થોડી જાગૃતતા દાખવીને કોરોના ટેસ્ટ કરાવતા થયા છે એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા કોરોના ટેસ્ટીંગનાં આંકડાઓના આધારે કહી શકાય છે. તાજેતરમાં આરોગ્ય મંત્રાલય દ્વારા ભારતભરમાં કોરોનાના આંકડાઓ જાહેર કરતા જણાવવામાં આવ્યું હતું કોરોનાનાં ટેસ્ટ વધી રહ્યાં છે અને પોઝિટીવ રેટમાં ઘટાડો નોંધાય રહ્યો છે. દેશમાં વર્તમાનમાં કોરોના પોઝિટીવ રેટ ઘટીને 7.54 ટકા થઈ ગયો છે. આઈસીએમઆરે જણાવ્યું હતું કે 29 ઓક્ટોબર સુધીમાં કોવીડ 19ના 10,77,28,088 ટેસ્ટ કરવામાં આવ્યા છે.       

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here