પોરબંદર જીલ્લામાં કોરોના વધુ એક વખત હાંફયો

0
84

480 ટેસ્ટમાંથી એકપણ પોઝીટીવ કેસ નહીં:હવે કોવિડ હોસ્પિટલમાં  માત્ર 3 દર્દીઓ સારવારમાં

છેલ્લા ર4 કલાકમાં પોરબંદરમાં વધુ એક વખત કોરોના નો એકપણ દર્દી મળી આવ્‌યો નથી.
આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે ર4 કલાકમાં 480 લોકોના કોરોના ટેસ્ટ થયા હતા જેમાંથી એકપણ વ્યક્તિ પોઝીટીવ આવ્‌યો નથી. સરકારી હોસ્પિટલમાં પણ કોરોનાના બે દર્દીઓને ડીસ્ચાર્જ કરી દેવાતા હવે માત્ર 3 દર્દીઓ કોરોનાની સારવાર કોવિડ હોસ્પિટલમાં લઇ રહ્યા છે. તે ઉપરાંત કુલ 33 દર્દીઓમાં કોરોના એકટીવ છે તે પૈકી અન્ય જીલ્લા ખાતે ર3 દર્દીઓ સારવાર લઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. કુલ 49183 ટેસ્ટમાંથી 77ર પોઝીટીવ આવ્યા છે. જે પૈકી 679 ડીસ્ચાર્જ કરી દેવાયા છે અને 7ર ના મોત નિપજી ચુકયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here