ગુજરાતમાં ભાજપના કોર્પોરેટરના પિતાએ વ્યાજખોરોના આતંકથી આપઘાત કર્યો

0
274
Youtube.com

લોકડાઉનમાં એક તરફ લોકોને આર્થિક સંકડામણનો સામનો કરવો પડે છે, તો બીજી તરફ વ્યાજખોરોનો આતંક સામે આવી રહ્યો છે. વ્યાજખોરોએ પૈસા માટે દબાણ કરવાના કારણે લોકોએ આપઘાત કર્યો હોવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યારે આ પ્રકારનો કિસ્સો બનાસકાંઠાના ડીસામાં સામે આવ્યો છે. ભાજપના કોર્પોરેટરના પિતાએ વ્યાજખોરોના ત્રાસના કારણે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આપઘાત કરતા પહેલા કોર્પોરેટરના પિતાએ એક સ્યૂસાઈડ નોટ પણ લખી હતીં. હાલ સમગ્ર મામલે પોલીસે સ્યૂસાઈડ નોટ કબજે કરીને જવાબદાર લોકોની સામે કાર્યવાહી કરી હતી.

રિપોર્ટ અનુસાર બનાસકાંઠાના ડીસામાં રહેતા જેસગ રાણા ચાની લારી ચલાવીને પરિવારનું ભરણપોષણ કરતા હતા. જેસગ રાણાનો પુત્ર ડીસા વોર્ડ નંબર-1નો ભાજપનો કોર્પોરેટર છે. જેસગ રાણાએ સંતાનોને ભણાવવા માટે વ્યાજખોરોની પાસેથી પૈસા ઉછીના લીધા હતા અને તેઓ સમયસર વ્યાજે લીધાલા પૈસાનું વ્યાજ આપતા હતા પરંતુ ચક્રવૃદ્ધિ વ્યાજમાં જેસગ રાણાને માકન પણ ગીરવે મૂકવું પડ્યું હતું. મકાનના પેપર વ્યાજખોરોની પાસે હોવાથી તેઓએ જેસગ રાણાને મકાન ખાલી કરી દેવા માટે ધમકી આપી હતી. આ સમયમાં ધંધા સારા ન હોવાના કારણે જેસગ રાણા આર્થિક સંકડામણ અનુભવતા હતા. જેથી ભાજપના કોર્પોરેટરના પિતાએ આર્થિક સંકડામણમાં આવીને તેમના ઘરમાં જ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.

ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતા પરિવારમાં શોકમાં ગરકાવ થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસે ઘટના સ્થળની તપાસ કરતા સ્યૂસાઈડ નોટ મળી આવી હતી અને તેમાં પણ જેસગ રાણાએ વ્યાજખોરોના આંતકના કારણે આપઘાત કર્યો હોવાનું લખ્યું હતું. હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. જેસગ રાણાના પુત્રએ પણ જવાબદાર લોકોની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

જેસગ રાણાએ સ્યૂસાઈડ નોટમાં લખ્યું હતું કે, ‘આથી સૌને જણાવવાનું કે, મારું મકાન મે ત્રણ લાખ રૂપિયામાં ગીરવે મૂક્યું હતું. મે મકાન વેચવા કાઢ્યું તો મકાન વેચાયું નહીં. અત્યારે વેપાર અને ધંધા સારા નથી. વ્યાજખોરોએ મને ધાક ધમકી આપી છે. મારી પાસે રૂપિયા નથી એટલા માટે હું આ પગલું ભરું છું. આ મકાનના દસ્તાવેજ મારી પાસેથી પડાવી લીધા છે અને મને મકાનનો કબજો આપવા માટે દબાણ કરે છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here