“દીકરી સાપ નો ભારો” કહેવત ખોટી પાડી “દીકરી બાપ નો સહારો” બની – ભરતનગર ખાતે રહેતા જેન્તીભાઈ બુધેલીયાનું અવસાન થતાં તેમની દીકરીઓ એ કાંધ આપી અંતિમ મંઝિલ પહોંચાડ્યા

0
140

આજના આધુનિક સમયમાં દીકરી પુરુષની સમોવડી બની રહી છે નારી હવે અબળા ને બદલે સબળા બની દરેક ક્ષેત્રમાં પુરુષને ટક્કર આપી રહી છે ત્યારે ” દીકરી એ સાપનો ભારો” એ કહેવતને ભૂતકાળ બનાવી આજના સમયમાં દીકરી બાપ નો સહારો” એ નવી કહેવતને યથાર્ત કરતા ભરતનગર ખાતે ગઈકાલે એક દુઃખદ ઘટના બની હતી જેમાં ભરતનગર ખાતે પ્રગતિનગરમાં રૂમ નંબર 5053 માં રહેતા જેન્તીભાઈ બાબુભાઇ બુધેલીયા વય મર્યાદાને કારણે અવસાન પામ્યા હતા અને અંતિમ સમયમાં તેમના પરિવારમાં પુત્ર નાનો હોવાને કારણે દીકરીઓ એ તેમના પિતાની સેવા તો કરી પરંતુ અંતિમ વિધિમાં પોતાના સામાજિક કુરિવાજોને તિલાંજલિ આપતા કાંધ આપી સ્મશાન ખાતે અંતિમ મંઝિલ પણ પહોંચાડ્યા હતા.


વાંળદ સમાજ અને અન્ય સમાજને રાહ ચીંધતી ઘટના મુજબ ભરતનગર, પ્રગતિનગર ખાતે આજે વાંળદ સમાજના આગેવાન એવા જેન્તીભાઈ બુધેલીયાનું ગઈકાલે સાંજે તા. ૨૮/૧૦/૨૦ના રોજ અવસાન થતાં તેમને એક માત્ર દીકરો નાનો હોવાને કારણે આજે તેમની દીકરીઓ શ્રી ભારતીબેન, શ્રી હેતલબેન, શ્રી જલ્પાબેન અને શ્રી તેજસબેન દ્વારા તેમના પિતાને કાંધ આપવામાં આવી હતી ત્યારે પાષાણ હૃદયના માનવીનું કાળજું પણ કંપી ઉઠ્યું હતું અને હાજર રહેલા સૌ બોલી ઉઠ્યા હતા કે શાબાશ “દીકરી તુલસીનો ક્યારો અને દીકરી બાપ નો સહારો” આ ચારેય દીકરીઓ તેમના પિતાશ્રીની અર્થીને કાંધ આપી તેમના નશ્વર દેહને સિન્ધુનગર સ્મશાન પહોંચાડ્યો હતો જ્યાં તેમની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી આમ સમાજને રાહ ચિધતો અને સામાજિક કુરિવાજોને તિલાંજલિ આપતો આ કિસ્સો ભરતનગર ખાતે બન્યો હતો.

અહેવાલ- કૌશિક વાજા, ભાવનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here