માધ્યમિક શિક્ષણ બોર્ડના મતદારોની સંખ્યામાં 18000નો તોતિંગ ઘટાડો

0
64

સંભવત: ડિસેમ્બર માસના છેલ્લા તબક્કામાં રવિવારે યોજાનારી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી માટેની તડામાર તૈયારીઓ વિવિધ સંગઠનો દ્વારા થઈ રહી છે અત્યાર સુધી બોર્ડમાં ચૂંટાયેલા સભ્યોની સંખ્યા 26 હતી તે ઘટાડીને માત્ર નવ કરી દેવામાં આવી છે કુલ 59 સભ્યોનું બોર્ડ હતું તે પણ ઓછું કરીને માત્ર ચોવીસનું કરી દેવામાં આવ્યું છે.

બેઠકોની સંખ્યા ઘટવાને કારણે ઉમેદવારોની સંખ્યા વધી ગઈ છે.ગુજરાત રાજ્ય સ્વનિર્ભરશાળા સંચાલક મહામંડળની ગઈકાલે ગાંધીનગર ખાતે રાયસણ ગામમાં આવેલા સ્વર્ણિમ સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે મિટીંગ મળી હતી અને તેમાં જુદા જુદા ઘટકની બેઠકો માટે ઉમેદવારોનો રાફડો ફાટયો હતો. શાળા સંચાલક મંડળના પ્રતિનિધિ તરીકે ડોક્ટર પ્રિયવદન કોરાટ અને બી.એડ પ્રિન્સિપાલ એસોસિએશનના પ્રતિનિધિ તરીકે રાજકોટના ડોક્ટર નીદત્ત બારોટનું નામ પ્રબળ દાવેદારના લિસ્ટમાં ટોચ પર છે.


બેઠકોની સંખ્યા ઘટી એ વાત સમજી શકાય એવી છે પરંતુ મતદારોની સંખ્યામાં 18 હજાર જેટલો તોતિંગ ઘટાડો શૈક્ષણિક જગતમાં ભારે ચચર્નિો મુદ્દો બન્યો છે. ગયા વખતે ચૂંટણીમાં 98 હજાર જેટલા મતદારો નોંધાયા હતા અને આ વખતે 80223 મતદારો નોંધાયા છે. હેડ માસ્ટરની બેઠકમાં 4234, ઉચ્ચતર બુનિયાદી શિક્ષક અને આચાર્યની બેઠકમાં 2445, માધ્યમિક શિક્ષકોની બેઠકમાં 26181, બી.એડ પ્રિન્સિપાલની બેઠકમાં 79, બિન શૈક્ષણિક ક્લાર્કની બેઠકમાં 15124, ઉત્તર શિક્ષકોની બેઠકમાં 17075, સરકારી શિક્ષકોના વિભાગમાં 3727, સંચાલક મંડળમાં 6088 મતદારો નોંધાયા છે.
મતદારોની સંખ્યામાં 18000 નો ઘટાડો નોંધાયો છે તે બાબતે શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગયા વખતે મતદારયાદીમાં નોંધણી માટે ત્રણ તક આપવામાં આવી હતી. જ્યારે આ વખતે માત્ર એક તકમાં મતદાર યાદીની કામગીરી પૂરી કરી દેવામાં આવી છે અને તેથી નામ નોંધણીમા આળસ કરનાર રહી ગયા છે.

  • આઠ તાલીમ ભવનના પ્રિન્સિપાલોના નામ પણ મતદારયાદીમાં ઘુસાડી દેવાયા

બી.એડ પ્રિન્સિપાલ વિભાગમાં 79 મતદારો નોંધાયા છે. આમાં 8 મતદારો એવા છે કે જે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત તાલીમ ભવનના પ્રિન્સિપાલ છે. આવા પ્રિન્સિપાલ બી.એડ કોલેજના વિભાગમાં મતદાર બની શકતા નથી અને તે બાબતે વાંધો પણ લેવામાં આવ્યો છે. જો આ વાંધો ગ્રાહ્ય રહેશે તો બી.એડ પ્રિન્સિપાલ વિભાગમાં 79 ના બદલે 71 મતદારો રહેશે.

  • શાળા સંચાલક મહામંડળના 11 સભ્યોના નવા પાલર્મિેન્ટરી બોર્ડમાં 3 સૌરાષ્ટ્રના

અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના નવા પાલર્મિેન્ટરી બોર્ડની રચના ગઈકાલે ગાંધીનગર ખાતે મળેલી કારોબારી સમિતિની બેઠકમાં કરવામાં આવી છે. 11 સભ્યોના આ બોર્ડમાં સૌરાષ્ટ્રના 3 સભ્યોનો સમાવેશ કરાયો છે. જૂનાગઢ જિલ્લાના કનુભાઈ સોરઠીયા, રાજકોટ જિલ્લાના દિનેશભાઈ ભૂવા અને સુરેન્દ્રનગરના મેરૂભાઈ ટમાલીયાનો સમાવેશ થાય છે.જે સભ્ય બોર્ડની ચૂંટણી લડવા માગતા હોય તેમણે પોતાના જિલ્લાની કારોબારીમાં પ્રમુખ અને મહામંત્રીઓ દ્વારા સમર્થન કરાયા હોય તેવા ઠરાવ સાથે અરજી અને બાયોડેટા પાલર્મિેન્ટરી બોર્ડને તારીખ 5 નવેમ્બર સુધીમાં મોકલી આપવાની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here