બજારોમાં ઘરાકી ધીમી: ખરીદીમાં કરકસર, વેપારીઓ મૂંઝાયા

0
120
  • કોરોનાકાળની મંદી પછી સૌથી મોટો તહેવાર દિવાળી નજીક છે પણ
  • નવરાત્રીથી લઇ દિવાળી સુધીના એક મહિનામાં રાજકોટની બજારો કરોડો પિયાનો વેપાર કરે છે પરંતુ આ વખતે લાગી બ્રેક, લોકલ ફોર વોકલના બદલે ઓનલાઇન માર્કેટમાં તેજી


નવરાત્રી થી શરૂ કરીને દિવાળી સુધીના એક મહિના દરમ્યાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રની હજારો કરોડો રૂપિયાનો વેપાર કરે છે જેની સામે આ વખતે કોરોનાની મહામારી એ લોકોને ખરીદીમાં કરકસર કરાવી છે. નવરાત્રિના પર્વ થી માર્કેટમાં તેજીનો કરંટ લાગે છે પરંતુ આ વખતે બજારમાં ઘરાકી ની અનિશ્ચિતતા વચ્ચે વેપારીઓ પણ અવઢવમાં મુકાયા છે.
રાજકોટથી મુખ્ય બજારો અનલોક થઈ ત્યારથી સવારથી લઇને મોડી સાંજ સુધી ચાલુ રહે છે જેનું કારણ એક જ માત્ર હતું કે, કોરોના કાળ ની મંદી પછી સૌથી મોટો તહેવાર દિવાળી આવી રહ્યો હોય ઘણા મહિનાઓ પછી સારા વેપાર તરફ મંડાયેલી છે.

  • લોકલ ફોર વોકલને ગ્રાહકો વેગ આપે તો તહેવારો વેપારીઓને ફળશે; મહેશ મહેતા

રાજકોટમાં કોરોના ના કેસ માં ઘટાડો થયા પછી લોકોની અવરજવર માર્કેટ તરફ વધી છે. લાખાજીરાજ રોડ મર્ચન્ટ એસોસિએશન ના પ્રમુખ મહેશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, દર વર્ષે દિવાળી નો તહેવાર નજીક આવતાં પહેલાજ એટલે કે નવરાત્રી થી જ શહેરની મુખ્ય તમામ બજારોમાં ખરીદી માટે પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી ત્યારે આ વખતે છેલ્લા એક અઠવાડિયાથી ગ્રાહકો બજારમાં આવી રહ્યા છે પરંતુ કોઈપણ પ્રોડક્ટ કે પછી ગારમેન્ટ હોય તેમાં નજર નાખીને અથવા તો કોઈ બ્રાન્ડેડ વસ્તુ જોઈ ઓનલાઇન ઓર્ડરો કરી રહ્યા હોય તેની વિપરીત અસર વેપારીઓ પર પડી રહી છે. એક તરફ સરકાર લોકલ ફોર વોકલ માટે ઝુંબેશ ચલાવે છે તો બીજી તરફ ગ્રાહકો ઓનલાઈન માર્કેટ તરફ ઝૂકી રહ્યા હોવાથી નાના વેપારીઓને આર્થિક ફટકો પડી રહ્યો છે. એક જાગૃત વેપારી તરીકે હું એટલું જ કહીશ કે લોકડાઉન જેવા સમયે નાના વેપારીઓ એ સાથ આપ્યો હતો ત્યારે હવે ખરીદદારો ગ્રાહકોની પણ ફરજ છે કે,લોકલ ફોર વોકલ ને વેગ આપે.

  • નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં ખરીદી નીકળશે તેવી આશા

નવરાત્રિના પર્વ થી બજારો ચાર્જ થતી હોય છે. જ્યારે આ વખતે નવરાત્રિની ઉજવણી જ સાદાઈથી થયું હોવાથી માર્કેટમાં પણ નિરસતા જોવા મળી હતી એટલે દિવાળીના તહેવારમાં પણ ખાસ વેપાર હજુ શરૂ થયું નથી તેવું જણાવતા એક જાણીતા શોરૂમ ના સંચાલક કહે છે કે, તહેવારો સમયે હોમ એપ્લાયન્સીસની વસ્તુની માંગ વધુ હોય છે. અત્યારે મહિનાનો આખરી પડાવ ચાલતો હોય અને આગામી સપ્તાહથી હાથ પર પગાર અને બોનસ કર્મચારીઓને હશે જેને કારણે તહેવારો ને અનુરૂપ ખરીદી થાય તેવી સંભાવના છે ત્યારે હાલમાં લગ્ન પ્રસંગ માટે વસ્તુઓ અને ગિફ્ટ ની તૈયારીઓ ચાલી રહી છે.

  • દિવાળીને પંદર દિવસ પણ બાકી નથી અને વેપાર 50 ટકાએ પહોંચ્યો નથી: મુકેશ નથવાણી

દિવાળીના પર્વને આડે હવે પંદર દિવસ પણ વાંકી નથી અને વેપાર 50 ટકાએ પહોંચ્યો નથી તેઓ જણાવતા હેન્ડલુમ હાઉસ ના મુકેશ નથવાણીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે દર વર્ષે દિવાળીના પર્વમાં બેડશીટ અને પરદા ની માંગ સૌથી વધારે હોય છે તેની સામે આ વખતે હેન્ડલુમની ખરીદી માત્ર જરૂરિયાત પૂરતી જ રહી છે. તેમજ આ વખતે ઉપરથી માલની આવક પણ 50 ટકા હતી. લોકડાઉન ના કારણે લેબર પ્રશ્નો હોવાથી પૂરતા ઓર્ડરો મુજબ માલ આવ્યો નથી.

  • પ્રીમિયમ સેગમેન્ટની ખરીદીમાં ગ્રાહકો અપોઈન્ટમેન્ટ લઈને આવે છે: જૈમીનભાઈ ઠાકર

ધર્મેન્દ્ર રોડ ,લાખાજીરાજ રોડ સહિતના વિસ્તારોમાં સવારથી સાંજ સુધી ગ્રાહકોની અવરજવર છેલ્લા એક સપ્તાહથી વધી છે પરંતુ આ ખરીદી બજેટ આધારિત જ હોય છે તેવું જણાવતા સિદ્ધાર્થ ના જૈમીની ભાઈ ઠાકરે જણાવ્યું હતું કે, લોકોમાં કોરોનાનો ડર હજુ પણ છે આથી તેઓ સાવધાની અને સલામતી અને પ્રાધાન્ય આપીને પ્રીમિયમ સેગમેન્ટની મા ખરીદી કરનારા ગ્રાહકો અગાઉથી જ એપોઇન્ટમેન્ટ લઇને આવે છે. ફેબ્રિક ની ખરીદી માપ પર હોવાથી આ ગ્રાહકો આરામથી અને જ્યારે ભીડ ન હોય ત્યારે જ આવે છે પરંતુ આ વખતે દિવાળીના તહેવારનો સીનારીઓ જોઈએ તો માર્કેટમાં ખરીદી માટે એ અનિશ્ચિતતા છે કારણકે હાથમાં રોકડ ન હોવાથી લોકો પણ પોતાના ખપ પૂરતી અને અનિવાર્ય હોય તેવી જ વસ્તુઓ ખરીદી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here