કોસ્મો કોમ્પલેક્ષમાં કરોડોનું ફૂલેકું ફેરવી ફાઇનાન્સર ફરાર

0
180
  • નવી કારના ઓછા અને જુની કારના વધુ પૈસા અપાવી દેવાની લાલચ આપી અનેકને છેતયર્:િ આઠ દિવસ પહેલા તાળાં મારી નાસી જતાં ભોગ બનનારના ટોળાં એકઠા થયા


શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસના ગુના અટકાવવા ના અભિયાન દરમિયાન પોલીસે પેટ્રોલિંગ વધારી છે ત્યારે છેતરપિંડી આચરનારા ઓ પણ પોલીસની એસીતેસી ફરી સક્રિય થયા હોત તેમ મહિલા કોલેજ અન્ડર બ્રીજ પાસે આવેલ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ નજીક રામ ફાઇનાન્સ નામની ઓફિસ કાર લે વેચ ના કરોડો રૂપિયા નું ફૂલેકું ફેરવી સંચાલક ટોળકી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે.આ બનાવને પગલે ભોગ બનેલા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા નવી કાર સસ્તા ભાવે અને જૂની વેચવા માટે ની કાર મોંઘા ભાવે ખરીદી લોકોને લાલચ આપી શિકાર બનાવ્યા નું બહાર આવ્યું છે.


જાણવા મળતી વિગત મુજબ મહિલા કોલેજ અન્ડર બીજ પાસે આવેલ કોસ્મો બિલ્ડિંગમાં રામ ફાઇનાન્સ કાર લે વેચ નામે ઓફિસ ચલાવતો જય સેજપાલ સહિતનાઓએ છેલ્લા એક વર્ષથી જૂની નવી કાર લે-વેચનો ધંધો શરૂ કર્યો હતો દરમિયાન છેલ્લા આઠ દિવસ થી ઓફિસ બંધ કરી લાપતા થઈ થઈ ગયો હતો બનાવને પગલે ભોગ બનનાર લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. અને રોષ પ્રગટ કર્યો હતો.


છેલ્લા એક વર્ષથી રામ ફાઇનાન્સ ના નામે જૂની નવી કાર લેવેચ નું ધંધો કરતો જય સેજપાલ ચેતન સેજપાલ  સહિતનાઓએ ઓફિસ ખોલી હતી જેમાં ગમે તે કંપ્નીની નવી કાર રૂપિયા 1 થી 2 લાખ ઓછા ભાવે વેચતો હતો તેમજ જુની કાર ના સારા એવા પૈસા આપી દેવાની લાલચ આપી લોકોને શિકાર બનાવતો હોવાનું બહાર આવ્યું હતું છેલ્લા કેટલાક સમયથી ઓફિસ બંધ હતા આશરે 200થી અઢીસો લોકો ઓફિસે પહોંચતા હોવાનું એક ભોગ બનનાર યુવાને તેમજ કોસ્મો બિલ્ડિંગના સિક્યુરિટી મેન એ જણાવ્યું હતું


કંપ્ની નવી કાર માટે લોકો પાસેથી એક અથવા બે લાખ ઓછા લઈ બીજે દિવસે ડિલિવરી કરી દેતો હોવાનું તેમજ જુની કાર ના માલિક કહે તે મુજબ પૈસામાં કાર ખરીદી લ ઇ લેતો હોય અને આરસીબુક લઈ અડધી કિંમત અથવા 25% રૂપિયા આપી અન્ય પેમેન્ટ કાર વેચાયા બાદ ચૂકતે કરી દેવાનું કહી લોકોને ફસાવતો હોવાનું જાણવા મળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here