RILના ચોખ્ખા નફામાં 34.4% ઘટાડો થવાની શક્યતા, જોકે Jioની ગ્રાહક દીઠ આવક વધી શકે છે

0
111
  • જુલાઈથી સપ્ટેમ્બરના બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીની આવક 11.5 ટકા વધી શકે છે
  • કંપનીના રિટેલ કારોબારની આવક રૂપિયા 34 હજાર 640 કરોડ રહી શકે છે

ખાનગી ક્ષેત્રની દેશની અગ્રણી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) આજે ત્રિમાસિક પરિણામો જાહેર કરશે. બજાર વર્ગ તેના નફામાં આશરે 34 ટકા ઘટાડો થાય તેવી શક્યતા દર્શાવી રહ્યા છે. જોકે વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાની તુલનામાં નફો વધે તેવી પ્રબળ સંભાવના છે.

કોટકનો અંદાજ-નફો 26.50 ટકા ઘટી શકે છે
કોટક ઈન્સ્ટિટ્યુટના અહેવાલ પ્રમાણે ચોખ્ખો નફો 26.5 ટકા ઘટી શકે છે. જ્યારે વેચાણમાં 35.10 ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે. એવી જ રીતે જીયોમાંથી ગ્રાહક દીઠી રૂપિયા 144 કમાણી થઈ શકે છે. એપ્રિલ ત્રિમાસિક ગાળામાં તે રૂપિયા 140 હતી. એક વર્ષ અગાઉ બીજા ત્રિમાસિક ગાળામાં આ કમાણી રૂપિયા 120 હતી. બીજી બાજુ એક્વાયરસ સિક્યોરિટીઝના મતે કંપનીના ચોખ્ખા નફામં 14.90 ટકાનો ઘટાડો થઈ શકે છે. જ્યારે વેચાણમાં 34.10 ટકાનો ઘટાડ થઈ શકે છે. જીયોને ગ્રાહક દીઠ રૂપિયા 142 કમાણી થઈ શકે છે.

મોતીલાલ ઓસવાલનો અંદાજ-34.3 ટકા નફો ઘટી શકે છે
મોતીલાલ ઓસવાલના અંદાજ પ્રમાણે કંપનીના નફામાં 34.40 ટકાનો ઘટાડો થઈ શકે છે. જ્યારે વેચાણ 23.80 ટકા ઘટી શકે છે. બેન્ક ઓફ અમેરિકાના અંદાજ પ્રમાણે જીયોની આવકમાં 5 ટકા વધારો થઈ શકે છે. નવા ગ્રાહકોનો ઉમેરો કરવાને લીધે તથા ગ્રાહક દીઠ કમાણી વધવાને લીધે આ મામુલી સુધારો થઈ શકે છે. આ સાથે એવો પણ અંદાજ છે કે જુલાઈથી સપ્ટેમ્બર બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીની આવક 11.5 ટકા વધી રૂપિયા 98 હજાર 417 કરોડ થઈ શકે છે. સમિક્ષા હેઠળની અવધીમાં તેનો નફો 11.5 ટકા વધી રૂપિયા 9 હજાર 586 કરોડ થઈ શકે છે.

એક વર્ષ અગાઉ આવક રૂપિયા 88 હજાર 253 કરોડ હતી
અત્રે ઉલ્લેખનીય છે કે એક વર્ષ અગાઉ સમાન અવધીમાં કંપનીની આવક રૂપિયા 88 હજાર 253 કરોડ હતી. જ્યારે નફો 8 હજાર 267 કરોડ હતી. કંપનીના EBITDA અંગે રજૂ કરવામાં આવેલા અંદાજ પ્રમાણે તે રૂપિયા 19 હજાર 547 કરોડ રહી શકે છે,જે એક વર્ષ અગાઉ રૂપિયા 16 હજાર 875 કરોડ હતો.

પેટ્રોકેમ કારોબાર સારો દેખાવ નોંધાવશે
કંપનીએ બીજા ત્રિમાસિક ગાળામાં ઉત્પાદનમાં વૃદ્ધિ નોંધાવી છે. તેને લીધે કંપનીના પેટ્રોકેમ કારોબારે સારો દેખાવ નોંધાવ્યો છે. જોકે રિફાઈનિંગ કારોબારમાં કેટલાક પ્રમાણમાં પ્રેસર જોવા મળી શકે છે. કંપનીના ગ્રોસ રિફાઈનિંગ માર્જીન (GRM)માં સુધારો જોવા મળી શકે છે. બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીનું ગ્રોસ માર્જીન 7-7.2 ડોલર પ્રતિ બેરલ વચ્ચે રહી શકે છે. નાણાકીય વર્ષ 2020ના બીજા ત્રિમાસિક ગાળામાં તે 9.4 ડોલર પ્રતિ બેરલ, નાણાકીય વર્ષ 2020ના બીજા ત્રિમાસિક ગાળામાં 9.2 ડોલર પ્રતિ બેરલ, નાણાકીય વર્ષ 2020ના ચોથા ત્રિમાસિક ગાળામાં 8.90 ડોલર પ્રતિ બેરલ રહ્યુ હતું.

રિટેલ કારોબાર અંગે અંદાજ
કંપનીના રિટેલ કારોબારની આવક રૂપિયા 34 હજાર 640 કરોડ રૂપિયા રહી શકે છે. ગત ત્રિમાસિક ગાળામાં તે રૂપિયા 31 હજાર 633 કરોડ હતી. ગત ત્રિમાસિક ગાળામાં કંપનીના રિટેલ કારોબારમાંથી આવક 17 ટકા ઘટી હતી. JIOનો નફો ગત ત્રિમાસિક ગાળામાં રૂપિયા 2,520 કરોડથી વધી રૂપિયા 3,100 કરોડ થયો છે. તેમાં 21 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. આ અંતર્ગત ગત ત્રિમાસિક ગાળામાં તે રૂપિયા 16 હજાર 557 કરોડથી વધી રૂપિયા 18 હજાર 300 કરોડ રહે તેવી શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here