રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના પોલીસના નામે એક ભેજાબાજ ભાડાની કાર લઈ ફરાર, નરોડા પોલીસે તપાસ હાથ ધરી

0
95
  • તારાપુર અને લીંબાસી પોલીસે સ્ટેશન જવાનું કહીને ભેજાબાજે ગાડી ભાડે મંગાવી હતી
  • રિંગ રોડ પરની હોટલના માલિક પાસે ભાડે કાર ચલાવનારને મોકલીને શખ્સ કાર લઈ નાસી છૂટ્યો

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના પોલીસકર્મીની ઓળખ આપીને એક ભેજાબાજ નરોડાના ટ્રાવેલ્સનું કામ કરતા વ્યક્તિ પાસેથી કાર લઈને રફુ ચક્કર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. આ અંગે નરોડા પોલીસે ગુંનો નોધી તપાસ હાથ ધરી છે.

રાજકોટના ભાડે કાર ફેરવતા ડ્રાઈવરને ભેજાબાજે પોલીસ તરીકેની ઓળખ આપેલી
રાજકોટ ખાતે રહેતા શક્તિસિંહ જાડેજા ડ્રાઇવિંગનો ધંધો કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ અમદાવાદના કુબેરનગર ખાતે જોગેશ્વરી નગરમાં રહેતા નવીન સોલંકીની એક કાર ભાડે લીધી હતી અને આ કાર રાજકોટથી અમદાવાદ વર્ધીમાં ફેરવતા હતા. અગાઉ તેઓ રાજકોટ ખાતે જય ગોપાલ ટૂર એન્ડ ટ્રાવેલ્સ ધરાવતા ભરતભાઈના ત્યાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા. તે વખતે અવારનવાર ભરતભાઇની ટ્રાવેલ્સમાંથી રાજકોટ ખાતે રહેતા નરેન્દ્રસિંહ ખુમાનસિંહ જાડેજા ભાડેથી ગાડી મંગાવતા હતા અને શક્તિસિંહ ગાડીઓ આપવા પણ જતા હતા. આ નરેન્દ્રસિંહે શક્તિસિંહને પોતાની ઓળખ પોલીસકર્મી તરીકેની આપી હતી અને પોતે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હોવાનું જણાવ્યું હતું.

ફોન કરીને તારાપુર પોલીસ સ્ટેશન જવા ગાડી ભાડે માંગી હતી
થોડા દિવસ પહેલા આ નરેન્દ્રસિંહ જાડેજાનો તેમની પર ફોન આવ્યો હતો કે તેઓને લીંબાસી તથા તારાપુર પોલીસ સ્ટેશન ખાતે તપાસમાં જવાનું છે અને ગાડી ભાડે લઈ જવાની છે. ભાડું નક્કી કરી તેમની સાથે વાતચીત કરી હતી. જેથી શક્તિસિંહને અમદાવાદ બોલાવી બાદમાં હોટલ ઉપર બોલાવ્યા હતા. જ્યાં તેઓ ને બોલાવી એક હોટલના માલિક પાસે પૈસા બાબતે વાત થઈ ગઈ છે અને એક ફાઈલ લઈને તેમની પાસે જજો તો તેઓ તેમને પૈસા આપી જશે તેમ જણાવી લીંબાસી તથા તારાપુર ખાતે નીકળ્યા હતા.

ડ્રાઈવર રિંગ રોડ પરની હોટલ પર પૈસા લેવા ગયો તો કાર ન હતી
નરેન્દ્રસિંહ જણાવ્યું કે અમદાવાદ રિંગ રોડ ઉપર જે હોટલમાં પૈસા લેવાના છે ત્યાં જવાનું છે તેમ જણાવી હોટલ લઈને તેઓને લઈ ગયા હતા. બાદમાં આ નરેન્દ્રસિંહ પૈસાની વાતચીત કરી ગાડી પાર્ક કરાવી શક્તિસિંહને હોટલમાં મોકલ્યા હતા. બાદમાં પાર્ક કરેલી ગાડી અને નરેન્દ્રસિંહ બંને ન જણાતા શક્તિસીહે પોલીસને જાણ કરી હતી. જેથી નરોડા પોલીસે આ નકલી પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here