જામનગર મહાનગરપાલિકામાં શાસકપક્ષનાં કોર્પોરેટર રચનાબેન નંદાણીયાનો બળવો

0
379

તા.૯,જામનગર: મહાનગરપાલિકામાં ખુદ શાસકપક્ષની નગરસેવીકાએ જ બળવો કર્યો હતો. વોર્ડ નં 4ના ભાજપના નગરસેવીકા રચનાબેન નંદાણીય ફરી એકવાર પ્રજાની સમસ્યાઓને લઈને ધરણા પર બેઠા હતા.

સ્થાનિક પ્રાથમિક સુવિધાઓને પગલે અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કર્યા છતાં મહાપાલિકામાં કોઈ સાંભળતું જ ન હોય તેવા આક્ષેપ સાથે આજે યોજાયેલ સ્ટેન્ડિંગ કમિટી ની મિટિંગ દરમિયાન સ્ટેન્ડિંગ હોલ બહાર ખુરશી માંડી બેસી ગયા હતા. જેને પગલે તંત્ર એ પોલીસ કાફલો બોલાવી લેવાયો હતો.

તો બીજી તરફ મ્યુનિ. કમિશનરનો નગરસેવીકાએ ઘેરાવ કરી પ્રાથમિક સમસ્યાઓ મુદ્દે જવાબ આપવા રજુઆત કરી હતી. પરંતુ મ્યુનિ.કમિશનર સતીષ પટેલ એ કંઈપણ સાંભળ્યા વગર ચાલતી પકડી હતી. જે બાદ મહિલા નગરસેવીકા મ્યુનિ.કમિશનર ની ઓફીસ બહાર ધરણા પર બેસી ગયા હતા અને જ્યાં સુધી તેઓની રજુઆત સાંભળવામાં ન આવે તેમજ પ્રાથમિક સમસ્યાઓનો નિરાકરણ નહિ લાવવામાં આવે ત્યાં સુધી ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી. આમ, ફરી એકવાર જામનગર મહાપાલિકામાં ખુદશાસક પક્ષની નગરસેવીકા એ જ બળવો કરી, શહેરમાં પ્રજાના કામો માત્ર કાગળો પર જ થતા હોવાનું બહાર પાડ્યું હતું. જો કે આ બાબતે મહાપાલિકાના પદાધિકારીઓ કે અધિકરીઓ કેમેરા સામે કંઈપણ કહેવાનું ટાળ્યું હતું અને ચાલતી પકડી હતી.

(અહેવાલ:સાગર પટેલ-જામનગર)