આત્મારામ પરમાર ચૂંટાશે તો પણ મંત્રી નહીં બને, CM વિસ્તરણ ઇચ્છતા જ નથી

0
136
  • ભાજપમાં ચૂંટણી પછી વિસ્તરણની વાતો થતી બંધ થઇ
  • બોર્ડ-નિગમમાં નિમણૂક માટે હવે દોડધામ શરૂ થઇ ગઇ, પાટીલ પણ હમણા ઠંડા પડ્યા

રાજ્યની આઠ બેઠકો પરની પેટાચૂંટણી બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરવું પડશે તેવી ચર્ચાઓ ખૂબ ચાલી હતી. જો કે એ વાતે રૂપાણીએ હમણાં જ સ્પષ્ટતા કરી નાખી છે કે પેટચૂંટણીઓ બાદ પણ વિસ્તરણ તો નહીં જ થાય. હાઇકમાન્ડના બન્ને મોટા નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જ રૂપાણીને વિસ્તરણની કોઇ ફરજ નહીં પડાય તેવું આશ્વાસન આપ્યા પછી જ રૂપાણીએ આ વાત જાહેરમાં કરી હોવાની પાર્ટીમાં ચર્ચા થઇ રહી છે.

જો વિજય રૂપાણી કહે છે તેમ જ બનવાનું હોય તો પરમાર માટે મંત્રીમંડળમાં સ્થાન મેળવવું અશક્ય થઇ જાય. આથી તેમણે સિનિયર ધારાસભ્ય તરીકે મંત્રીઓના ભાષણ પર વિધાનસભામાં પાટલી થપથપાવવાનું કામ જ ભાગે આવે. આ ઉપરાંત મોરબીના ઉમેદવાર રમેશ મેરજાને પણ મંત્રીમંડળમાં સમાવાય તેવી વાતો પર પણ ચોકડી મૂકાઇ ગઇ તેમ જ ગણાય.

ભાજપના એક નેતા કહે છે કે ગમે તે કારણ હોય પરંતુ હમણાંથી અધ્યક્ષ સી આર પાટીલ થોડા ઠંડા પડ્યા છે. કદાચ ઉપરથી જ કોઇ કળ દાબવામાં આવી હોય તેવું શક્ય છે. પહેલા તેઓ મુખ્યમંત્રીને વિસ્તરણ કરવું જ પડશે તેમ કહેતા હતા તેને સ્થાને હવે વિસ્તરણનો નિર્ણય સંપૂર્ણપણે મુખ્યમંત્રી જ લેશે તેમ કહે છે અને જાહેરમંચ પરથી મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી જ રહેશે તેવું પણ જણાવે છે. જેથી હવે પક્ષમાં વિસ્તરણ અંગેની અંદરખાને થતી ચર્ચાઓ શાંત થઇ ગઇ છે અને ધારાસભ્યો મંત્રી બનવાના સપના છોડી તેઓ બોર્ડ નિગમમાં સ્થાન મેળવવા દોડાદોડી કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here