સિનિયર સિટિઝનને એર ઇન્ડિયાની ફ્લાઈટમાં 50% ડિસ્કાઉન્ટ, વ્હિલચેરની સુવિધા ફ્રી મળશે

0
67
  • એર ઇન્ડિયામાં પ્રી-બેગેજ પર 20 ટકા ડિસ્કાઉન્ટ, વેબ ચેક ઇન અને પ્રિન્ટ આઉટ નિ:શુલ્ક

જાહેર ક્ષેત્રની વિમાન કંપની એર ઇન્ડિયા પોતાના યાત્રિકો માટે જુદી જુદી સેવાઓ અને સુવિધા આપી રહ્યું છે એવામાં મોટાભાગના યાત્રિકને કદાચ જાણ નહીં હોય કે એર ઇન્ડિયા સિનિયર સિટિઝન યાત્રિકોને 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. આ ઉપરાંત વડીલોને ફ્લાઈટમાં આવવા-જવા, એરપોર્ટથી ફ્લાઈટમાં જવા માટે વ્હિલચેરની સુવિધા પણ નિ:શુલ્ક આપી રહ્યું છે. સિનિયર સિટિઝનને 50 ટકા ડિસ્કાઉન્ટનો લાભ શરતોને આધીન મળશે, જ્યારે ટિકિટનો દર સૌથી વધારે હશે એવા સંજોગોમાં સિનિયર સિટિઝનને અડધી કિંમતે ટિકિટ મળશે. આ ઉપરાંત એર ઇન્ડિયા પ્રી-બેગેજ પર પણ 20 ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. યાત્રિકોને વેબ ચેક ઇન અને પ્રિન્ટ આઉટ પણ નિ:શુલ્ક મળી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

આવી રીતે 50% વળતર મળશે
જ્યારે ફ્લાઈટની ટિકિટનો દર સૌથી ઓછો હશે ત્યારે સિનિયર સિટિઝનને 50 ટકા વળતરનો લાભ નહીં મળે. દા.ત. જેમ જેમ ફ્લાઈટમાં સીટો ભરાતી જાય ત્યારે ટિકિટનો દર વધતો જાય છે. રાજકોટથી મુંબઈની ટિકિટનો દર સૌથી ઓછો રૂ. 3200 હશે ત્યારે 50 ટકા વળતરનો લાભ નહીં મળે, પરંતુ જ્યારે સીટો ભરાઈ ગઈ હશે અને ટિકિટનો દર રૂ. 6000 થઇ જાય તો તેમાં સિનિયર સિટિઝન એટલે કે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના યાત્રિકને 50 ટકા ઓછી કિંમતે એટલે કે રૂ. 3000માં ટિકિટ મળી શકશે.

એર ઇન્ડિયાના યાત્રિકોને આટલી સુવિધા

  • પ્રી-બેગેજ પર યાત્રિકોને 20 ટકા ડિસ્કાઉન્ટ મળશે.
  • ઈકોનોમીમાં 8 કિલો અને બિઝનેસ ક્લાસમાં 12 કિલો સુધીની હેન્ડબેગ લઇ જઈ શકાય છે.
  • મોટા વિમાનને કારણે એર ઇન્ડિયામાં લેગ સ્પેસ વધારે મળે છે.
  • ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓને વધુ બેગેજ એલાઉન્સ અને થ્રૂ ચેક ઇનની સુવિધા.
  • સિનિયર સિટિઝનને 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ (શરતોને આધીન) મળશે.
  • વડીલોને વ્હિલચેરની સુવિધા પણ નિ:શુલ્ક મળશે.
  • યાત્રિકોને વેબ ચેક ઇન અને પ્રિન્ટ આઉટ પણ નિ:શુલ્ક મળશે.
  • 12 વર્ષ સુધીના બાળકોને એકલા મોકલવા માટેની નિ:શુલ્ક સુવિધા છે.
  • મુસાફરી દરમિયાન ફ્રી નાસ્તો/જમવાનું યાત્રિકોને અપાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here