PM મોદી આજે સી-પ્લેનમાં અમદાવાદ આવશે, શહેરમાં આજે ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ અને રિવરફ્રન્ટ પર ચુસ્ત પોલીસ પેટ્રોલિંગ

0
191
  • રિવરફ્રન્ટ પર મોર્નિંગ વોક પર આજના દિવસ પૂરતો પ્રતિબંધ
  • રિવરફ્રન્ટના રોડ, RTO સર્કલથી વાડજ સર્કલ તથા વાડજ સ્મશાનગૃહથી આંબેડકર બ્રિજ સુધીનો માર્ગ બંધ
  • દેશ વિરોધી સંગઠનો, આતંકીઓ અને ભાંગફોડિયા રિમોટ સંચાલિત વિમાન કે સાધનોનો ઉપયોગ ન કરે એટલે ડ્રોન પર પ્રતિબંધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસથી ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે તેઓ કેવડિયાથી સી-પ્લેનમાં અમદાવાદમાં આવવાના છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અગાઉ જાહેરનામું બહાર પાડીને ડ્રોન સહિતના રિમોટ આધારિત ઉડાડવાના સાધનો પર પ્રતિબંધ લાદયો છે. એટલું જ નહીં મોર્નિંગ વોક પર પર પ્રતિબંધ લાગૂ કરાયો છે. ઉપરાંત વડાપ્રધાનની મુલાકાતને પગલે રિવરફ્રન્ટ પર સતત પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

સી-પ્લેનમાંથી મોદી ઉતરે એ પહેલા સફેદ પડદાથી ઝૂંપડપટ્ટીના મકાનો ઢંકાયા

સી-પ્લેનમાંથી મોદી ઉતરે એ પહેલા સફેદ પડદાથી ઝૂંપડપટ્ટીના મકાનો ઢંકાયા

ઝૂંપડપટ્ટીઓ સફેદ પડદાથી ઢંકાઈ
મોદીના આગમનના પગલે રિવરફ્રન્ટ આસપાસની ઝૂંપડપટ્ટીઓને ઢાંકી દેવામાં આવી છે. આજથી રિવરફ્રન્ટમાં સી-પ્લેન સેવા શરૂ થઈ રહી છે ત્યારે સફેદ કપડાંના પડદા બનાવીને ગરીબોના રહેઠાણ પર આડાશ ઊભી કરાઈ છે.

રિવરફ્રન્ટ પર બર્ડ સ્કેર કેનન ગન્સ
આજથી રિવરફ્રન્ટથી કેવડિયા વચ્ચે આજથી સી-પ્લે સર્વિસ શરૂ થઈ રહી છે. ત્યારે સી-પ્લેનને બર્ડ હિટ ન થાય તે માટે રિવરફ્રન્ટની બંને બાજુ 8 જેટલા બર્ડ સ્કેર કેનન ગન્સ રાખવામાં આવી છે. આ ગનથી સી-પ્લેનના ટેકઓફ અને લેન્ડિંગ વખતે પક્ષીઓને ભગાડવામાં આવશે.

રિવરફ્રન્ટની બંને બાજુ 8 બર્ડ સ્કેર કેનન ગન્સ રાખવામાં આવી છે

રિવરફ્રન્ટની બંને બાજુ 8 બર્ડ સ્કેર કેનન ગન્સ રાખવામાં આવી છે

બપોર સુધી કેટલાક રૂટને બંધ કરી દેવાયા
વડાપ્રધાનની આજની મુલાકાતને પગલે અમદાવાદમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. સાથે સાથે આ વિસ્તારમાં માર્ગ વાહનવ્યવહાર પર બદલાવામાં આવ્યો છે. જેમાં કેટલાક માર્ગો પર વાહનવ્યહાર બંધ કરીને ડાયવર્ટ કરાયો છે. રિવરફ્રન્ટના બંને તરફના માર્ગોને બંધ કરાય છે. RTO સર્કલથી વાડજ સર્કલ સુધીનો માર્ગ બંધ કરાયો છે. એ સિવાય વાડજ સ્મશાનગૃહથી આંબેડકર બ્રિજ સુધીનો માર્ગ બંધ છે. સવારે 10 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી આ રૂટ બંધ રહેશે.

મોદીના ગૃહરાજ્યમાં સી-પ્લેન શરૂ થશે
વડાપ્રધાન આજથી કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ માટેની સી-પ્લેન સેવાનો શરૂઆત કરાવાશે. એટલું જ નહીં તેઓ સ્પાઈસ જેટના આ સીપ્લેનમાં બેસીને કેવડિયાથી સાબરમતી રિવરફ્રન્ટ આવશે. અગાઉ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સી-પ્લેનમાં આવ્યા હતા. ત્યારે રાજ્ય અને દેશના મીડિયામાં તેની ખાસ નોંધ લેવાઈ હતી. ફરીવાર આજે નરેન્દ્ર મોદી સી-પ્લેનમાં બેસશે. એટલું જ તેઓ સી-પ્લેન સેવાનો પોતાના ગૃહરાજ્યમાં પ્રારંભ કરાવી રહ્યા છે. આ તેમના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીનો એક છે.

રિવરફ્રન્ટ પર જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા
કચ્છના કંડલા મરીન પોલીસની બોટને અમદાવાદ બે દિવસ અગાઉ લાવવામાં આવી છે. વડાપ્રધાનના રિવરફ્રન્ટ ખાતેના કાર્યક્રમની સુરક્ષા માટે નદીમાં પેટ્રોલિંગ તેના દ્વારા પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. થ્રી લેયર સિક્યુરિટી રાખવામાં આવી છે. પોલીસ અને તમામ એજન્સીઓ દ્વારા અહીં નજર રાખવામાં આવી રહી છે.

15 હજાર કિલો વજન ધરાવતા એન્કર નાંખવામાં આવ્યા
અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ જેટી ગોઠવ્યા બાદ વે-બ્રિજ બનાવાયો છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી-પ્લેનમાંથી ઉતરીને કાર્યક્રમ સ્થળે જશે. આ બ્રિજને UAEથી મુંદ્રા બંદરે લાવીને ત્યાંથી અમદાવાદ લાવવામાં આવ્યો હતો અને તેને લગાવી દેવાયો હતો. અમદાવાદના ચંદ્રનગર બ્રિજ પાસે જેટી લગાવવામાં આવી છે. આ સ્થળે 15 હજાર કિલોગ્રામના એન્કર નાંખવામાં આવ્યા છે. આ એન્કરને લોખંડની સાંકળથી બાંધીને સાબરમતી નદીમાં જેટી ફ્લોટિંગ બનાવાઈ છે.

102 ટનની એક જેટી છે
એક જેટી 9 મીટર પહોળી અને 24 મીટર લાંબી છે. તમામ જેટીનું વજન 102 ટન છે. કુલ આઠ જેટી લાવવામાં આવી હતી. તેની વ્યવસ્થા કાયમી જાળવવામાં આવશે. જેથી પ્રવાસન હેતુ તેનો ઉપયોગ થઇ શકશે. ફિનલેન્ડની મરિન ટેક ઇન્ડિયા કંપની સી-પ્લેન તૈયાર કરી રહી છે.

રાજ્યમાં અહીં વોટર એરોડ્રામ બનાવાશે
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA), એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI)દ્વારા ગુજરાતમાં સી-પ્લેન માટે મંજૂરી આપી દેવામાં આવી છે. સી-પ્લેન માટે સાબરમતી રિવરફ્રન્ટ, સરદાર સરોવર, ધરોઇ ડેમ અને તાપીમાં વોટર એરોડ્રામ બનાવાશે. સી-પ્લેન લેન્ડ થઇ શકે તે માટે પાણીમાં 800થી 900 મીટર જેટલી જગ્યાની જરૂર પડતી હોય છે. DGCA દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર કોમર્શિયલ એરલાઇન્સ ઓપરેટ થવા માગતી હોય તો તેનામાં બે એન્જિન હોવા ફરજીયાત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here