વર્કઆઉટ દરમિયાન અને વર્કઆઉટ બાદ ક્યારે અને કેટલું પાણી પીવું જોઈએ જાણો એક્સપર્ટ પાસેથી

0
104
  • વર્કઆઉટના અડધા કલાક પહેલાં માત્ર ગળાની તરસ છીપાવવા માટે પાણી પીવું
  • એક્સર્સાઈઝ દરમિયાન 2-3 ચમચી જેટલું જ પાણી પીવું

વર્કઆઉટ દરમિયાન પાણી પીવાનું જેટલું ધ્યાન રાખવું જરૂરી છે એટલું જ ફિટ રહેવું જરૂરી છે. વર્કઆઉટ પહેલાં, તે દરમિયાન અથવા બાદમાં કેટલું પાણી પીવું, તેને સમજવું જરૂરી છે, નહીં તો તમારા શરીર પર ખરાબ અસર પડે છે. વધુ પાણી પીવાથી પેટમાં દુખાવો અને ઉબકા આવી શકે છે અને ઓછું પાણી લો છો તો ચક્કર આવી શકે છે. સાઓલ હાર્ટ સેન્ટર, નવી દિલ્હીના ડાયરેક્ટર ડો. બિમલ છાજેડ જણાવી રહ્યા છે કે, વર્કઆઉટ પહેલા, એક્સર્સાઈઝ દરમિયાન અને વર્કઆઉટ બાદ ક્યારે-કેટલું પાણી પીવું.

વર્કઆઉટ પહેલાંઃ પાણી એટલું જ પીવું કે તરસ છીપાઈ જાય
કેટલાક લોકો વર્કઆઉટ શરૂ કરતાં પહેલાં તરત જ પાણી પીવે છે જેથી વર્કઆઉટ દરમિયાન પાણીની જરૂર ન પડે. વર્કઆઉટ માટે બોડીને હાઈડ્રેટેડ રાખવી જરૂરી છે પરંતુ ધ્યાન રાખવું કે, તેના તરત પહેલાં પાણી પીવાથી સ્વાસ્થ્ય બગડી શકે છે. જોવા જઈએ તો વર્કઆઉટના અડધા કલાક પહેલાં પાણી પીવું જોઈએ. એક સાથે વધારે પાણી ન પીવું કેમ કે, વર્કઆઉટ કરવામાં સમસ્યા આવી શકે છે. માત્ર ગળાની તરસ છીપાઈ જાય એટલું જ પાણી પીવું.

વર્કઆઉટ બાદઃ 25 મિનિટ બાદ પાણી પીવું
વર્કઆઉટથી પરસેવો થાય છે અને શ્વાસ ચડે છે, જેના કારણે ગળું સુકાઈ જાય છે. શરીર ગરમ થઈ જાય છે. આવી સ્થિતિમાં વર્કઆઉટના તરત બાદ પાણી પીવાથી માંસપેશીઓમાં દબાણ વધી શકે છે, જેના કારણે છાતીમાં દુખાવો, ઉલટી જેવી સમસ્યા થઈ શકે છે. તેથી કસરતના 20-25 મિનિટ બાદ જ પાણી પીવું. ત્યાં સુધી શરીરનું તાપમાન સામાન્ય થઈ ગયું હોય છે.

વર્કઆઉટ દરમિયાનઃ થોડી થોડીવારમાં 2-3થી ચમચી જેટલું પાણી પીવું
જો તમે વર્કઆઉટ (ઘરે અથવા જિમમાં ક્યાંય પણ) કરી રહ્યા છો તો તે દરમિયાન શરીરમાંથી પરસેવો વધારે નીકળે છે, જેના કારણે શરીરમાં ડિહાઈડ્રેશન થવાનો ડર રહે છે. પરસેવો થવાને કારણે શરીર પાણીની માગ કરે છે અને ગળું સુકાવા લાગે છે. આવી સ્થિતિમાં થોડી થોડી વારે માત્ર 2-3 ચમચી જેટલું પાણી પીવું જેથી ગળામાં શુષ્કતા, ચક્કર અને ડિહાઈડ્રેશનની સમસ્યા ન થાય.

ફક્ત ધ્યાનમાં રાખો કે વર્કઆઉટ્સ કરતી વખતે પાણી પીવું નહીં. તેનાથી સ્વાસ્થ્ય બગડે છે અને ઉલ્ટી થઈ શકે છે. તેથી પહેલા આરામથી બેસો, લાંબા શ્વાસ લો, ત્યારબાદ પાણી પીવું અને 2-3 મિનિટ રહીને જ વર્કઆઉટ ફરીથી શરૂ કરો.

તેમજ જો તમે યોગ કરો છો અથવા દોડવા કે ચાલવા જાઓ છો તો તે દરમિયાન પાણી ન પીવું. જો વર્કઆઉટના અડધા કલાક પહેલાં પાણી પીઓ છો તો હળવી એક્સર્સાઈઝ અથવા યોગમાં પાણી પીવાની જરૂર નહીં પડે. જો તમે દોડતી અથવા ચાલતી વખતે પાણી પીતા હો તો પેટમાં દુખાવો, ઉબકા અને ઊલટી થવાની સમસ્યા થઈ શકે છે. આ સિવાય, પાણી પીધા પછી તમે લાંબા સમય સુધી દોડી કે ચાલી શકતા નથી કારણ કે, પેટ ભરેલું હોવાને કારણે ઝડપથી થાક અનુભવાય છે.

એક્સર્સાઈઝ પહેલાં ખાવું કે નહીં તે સમજો
વર્કઆઉટ દરમિયાન શરીરનું પોશ્ચર વારંવાર બદલાય છે, જેના કારણે શરીરનાં અંગો સંપૂર્ણ રીતે હલી જાય છે. જો તમે કંઇક ખાઇને તરત જ કસરત કરો તો તેનાથી પેટમાં દુખાવો, ઉબકા, આળસ અને આંતરડા અકડાઇ જવાં વગેરે જેવી સમસ્યાઓ ઊભી થાય છે. એટલે સુધી કે ઉલટી પણ થઈ શકે છે. જમવાના ત્રણ-ચાર કલાક પછી જ કસરત કરવી જોઈએ. તેમજ, સવારે ખાલી પેટે જ કસરત કરવી યોગ્ય છે.

એક્સર્સાઈઝ કર્યાના અડધો કલાક પછી નાળિયેર પાણી પી શકાય
વર્કઆઉટ કર્યા પછી અડધો કલાક પછી જ્યુસ અથવા નાળિયેર પાણી પી શકાય. અડધો કલાક પછી કંઈક ખાઓ. કસરત પછી તરત જ કંઈક ખાવાથી પેટમાં ગેસ અને એસિડિટી થાય છે.

વર્કઆઉટ પછી ક્યારે નહાવું તે જાણવું પણ મહત્ત્વપૂર્ણ છે
કસરત પછી શરીર ગરમ થઈ જાય છે. ત્યારબાદ તરત જ તાવ, શરદી, માથાનો દુખાવો, નબળાઇ આવવાનું જોખમ રહેલું છે. તેથી, વર્કઆઉટ પછી 15-20 મિનિટ સ્ટ્રેચિંગ કરો અને પછી આરામ કરો. જેથી, શરીરનું તાપમાન અને બ્લડ પ્રેશર સામાન્ય થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here