ભાજપને એક કે બે બેઠક ગુમાવવાનો ડર, કોંગ્રેસને એ જ 2 બેઠકોની આશા

0
175
  • ભાજપ લીંબડી અને મોરબી બેઠક પર નવાજૂની થાય તેવું માને છે
  • ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ પેટાચૂંટણી માટે પ્રચારસભાઓ દરમિયાન તમામ આઠ વિસ્તારોનો પ્રવાસ ખેડ્યા પછી તારણો કાઢ્યાં

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો માટેની પેટાચૂંટણીઓનો પ્રચાર રવિવારે સાંજ પછી શાંત પડી જશે. ભાજપ-કોંગ્રેસના નેતાઓ હાલ તમામે તમામ બેઠકો પર ફરી ફરીને પ્રચાર કરી રહ્યા છે અને સાથે જનતાનો મૂડ પણ જાણી રહ્યા છે. આવામાં બન્ને પક્ષના નેતાઓએ આ બેઠકોના પ્રવાસ બાદ જે સેન્સ મેળવી તેના આધારે ભાજપને આઠમાંથી એકાદ બે બેઠક ગુમાવવાનો ડર છે, જ્યારે કોંગ્રેસ આઠમાંથી એક કે બે બેઠકની જ આશા રાખીને બેઠું છે.

ભાજપના એક ખૂબ વરિષ્ઠ નેતા અને સ્ટાર કેમ્પેઇનર જણાવે છે કે મારો તમામ બેઠકોનો પ્રવાસ પૂર્ણ થઇ ગયો છે અને મારી સાથે અન્ય વરિષ્ઠ નેતાઓએ પણ અનેક બેઠકો પર ફરીને જનતાનો મૂડ જાણ્યો છે. હાલ જે પ્રકારની સેન્સ આવી રહી છે તે પ્રમાણે ભાજપને આઠમાંથી એકાદ-બે બેઠક ગુમાવવી પડે તેવું બને. હાલના તબક્કે લીંબડી અને મોરબી બેઠક ખૂબ કસોકસ જઇ રહી છે. ભાજપના અન્ય એક નેતા જણાવે છે કે લીંબડી અને મોરબી બાદના ક્રમે ઢડા અને ધારી પણ ખૂબ મહેનત માંગી લે તેવી બેઠકો છે.

કોંગ્રેસના એક આગલી હરોળના નેતા કહે છે કે જે બેઠકો ભાજપ માઇનસમાં મૂકે તે અમે જીતીશું તેવું લાગે છે એટલે એક કે બે બેઠકથી વધારે કોંગ્રેસને મળશે નહીં તેવું અત્યારથી જ સ્પષ્ટ લાગી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here