યુપીના ૮ પોલીસ કર્મીને શ્રદ્ધાંજલિ મળી: હત્યારા વિકાસ દુબેનું એન્કાઉન્ટર

0
1895
  • વિકાસની ધરપકડ ગુરુવારે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં થઈ હતી
  • UP એસટીએફ વિકાસને ટ્રાંજિટ રિમાન્ડ પર કાનપુર લઈ જઈ રહી હતી
  • ગેંગસ્ટાર વિકાસ દુબે ઠાર:કાનપુરમાં વિકાસની ગાડી પલટી, પોલીસની પિસ્તોલ છીનવી ભાગવાનો પ્રયાસ કર્યોઃ અથડામણમાં છાતી અને કમરના ભાગે ગોળી વાગતા મોત

તા.૧૦,કાનપુર: કાનપુરના બિકરુ ગામમાં સીઓ સહિત આઠ પોલીસકર્મીઓની હત્યા કરનારો ગેંગસ્ટર વિકાસ દુબે શુક્રવારે સવારે એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે. યુપી STFની ટીમ તેને ઉજ્જૈનથી ટ્રાંજિટ રિમાંડ પર કાનપુર લઈ જઈ રહી હતી. પરંતુ શહેરથી 17 કિમી પહેલા સવારે 6.30 વાગ્યે કાફલાની એક ગાડી પલટી ખાઈ ગઈ હતી. 

વિકાસ એ જ ગાડીમાં બેઠો હતો. દુર્ઘટના પછી પોલીસ ટીમ પાસેથી પિસ્તોલ છીનવીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તો સામે પોલીસની કાર્યવાહીમાં તે ઘાયલ થયો હતો. તેને છાતી અને કમરના ભાગે બે ગોળી વાગી છે. ત્યારપછી તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તેને સવારે 7 વાગ્યેને 55 મિનિટ પર મૃત જાહેર કરાયો હતો. જો કે, હાલ પોલીસનું સત્તાવાર નિવેદન આવ્યું નથી. વિકાસ દુબેને ગુરુવારે ઉજ્જૈનના મહાકાલ મંદિરથી ઝડપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here