વિદ્યાર્થીઓએ ડિઝાઇનિંગ કામને 360 ડિગ્રીથી વિચારવું ખૂબ જરૂરી

0
88
  • કર્ણાવતી યુનિવર્સિટીમાં ડિઝાઈન અને ફ્યુચર ઑફ એજ્યુકેશન પર વેબિનાર

આજે દરેક પ્રોડક્ટ માટે ડિઝાઈનનો મહત્વનો રોલ હોય છે. ડિઝાઈન એવું ફીલ્ડ છે કે જેમાં વિદ્યાર્થીઓએ દરેક પળે 360 ડિગ્રીથી વિચારવું જોઈએ. ડિઝાઈન એ ગ્લોબલ અને દરેક સમયે સમસ્યાઓનું સોલ્યુશન લાવતો વિષય છે. આજે ટેકનોલોજી દિવસેને દિવસે વધી રહી છે પરંતુ દરેક જગ્યાએ ડિઝાઈનનો મહત્વનો રોલ છે. ડિઝાઈન થિંકિંગ માટે દિવસેને દિવસે વિદ્યાર્થીઓએ રિસર્ચ, એકસોપોઝર, પ્રિમેન્ટર, ચેલેન્જ, નવા વિષયો વગેરેને સમજવું જરૂરી છે. ઉપરોક્ત વાત કર્ણાવતી યુનિવર્સિટીના યુનાઈટેડ ઇન્સ્ટિટ્યુટ ઑફ ડિઝાઈન દ્વારા યોજાયેલા વેબિનારમાં યુઆઈડીના એકેડમિક ડાયરેક્ટર સુરેજીત બોઝે કહી હતી. ડિઝાઈન અને ફ્યુચર ઑફ એજ્યુકેશનને ધ્યાનમાં રાખીને તેમણે આ વાત કહી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ડિઝાઈન માટે રિસર્ચ, ફીલ્ડ વર્ક વગેરે હોવું જરૂરી છે. આ સાથે હ્યુમન કઈ રીતે ઈન્ટરેક્ટ કરે છે તે બાબતો પણ જરૂરી છે. વિદ્યાર્થીઓને આ વિષયને લગતું નોલેજ મળી રહે તે માટે અમે ડિઝાઈન ફીલ્ડ સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય એક્સપર્ટના માસ્ટર ક્લાસ અવાર-નવાર યોજીએ છીએ. આ વિષય પર વિદેશની યુનિવર્સિટીઓ સાથે જોડાયેલા અન્ય એક્સપર્ટે પણ વિદ્યાર્થીઓને આવનાર સમયમાં કઈ રીતે ડિઝાઈન ક્ષેત્રના એજ્યુકેશનની પરિભાષા બદલાશે તે અંગે પણ વિસ્તારથી સમજાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here