રાજકોટના ત્રિકોણબાગ ખાતે કૃષિ બિલને લઈને કોંગ્રેસના ધરણાં, કાર્યકર્તાઓ દો ગજ કી દૂરી ભૂલ્યા, અશોક ડાંગર સહિતના આગેવાનોની અટકાયત

0
74
  • કોંગ્રેસના કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ઉલાળિયો કર્યો
  • અમિત ચાવડાએ માસ્ક વગર સંબોધન કર્યું
  • ખેડૂતોના આપઘાતની સંખ્યા વધતા અમે આ કાયદાઓનો વિરોધ કરી રહ્યાં છીએ- અશોક ડાંગર

કેન્દ્ર સરકારે ખેડૂતો માટે અમલી બનાવેલા કૃષિ બિલને વિપક્ષ કોંગ્રેસે કાળો કાયદો ગણાવી આજે ત્રિકોણબાગ ખાતે ધરણાં યોજ્યા છે. ત્યાર કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ઉલાળિયો કરીને વિરોધ કરતા જોવા મળ્યાં હતા. વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓને જાણે કોરોનાનો કોઈ ડર ન હોય તેમ નિયમોનો ભંગ કરીને દેખાવો કરી રહ્યાં છે. કારણ કે કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડા માસ્ક વગર સંબોધન કરતા જોવા મળ્યાં હતાં. ધરણાં પર બેઠેલા શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી.

ભાજપ સરકારના રાજમાં ખેડૂતો દુ:ખી છે, યુવાનો બેરોજગાર છે, સરકાર નિષ્ફળ ગઇ છે-રાજીવ સાતવ
કેન્દ્રીય કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં ત્રિકોણબાગ ખાતે ધરણાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજીવ સાતવે ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યુ હતું કે ભાજપ સરકારના રાજમાં ખેડૂતો દુ:ખી છે, યુવાનો બેરોજગાર છે અને સરકાર નિષ્ફળ ગઇ છે. કોંગ્રેસના ધરણાંને નિતીન પટેલે કોંગ્રેસના ધરણાંને પેટા ચૂંટણી પહેલાનો ચૂંટણીલક્ષી વિરોધ ગણાવ્યો હતો. રાજીવ સાતવે નિતીન પટેલના નિવેદન પર કટાક્ષ કરતા કહ્યું હતું કે ભાઇ અને ભાવ વચ્ચેની લડાઈમાં નિતીનભાઇ દુ:ખી હોવાનું નિવેદન આપ્યું હતું

100થી વધુ કાર્યકરો ધરણાં પર બેઠા
કૃષિ બિલને વિપક્ષ કોંગ્રેસે કાળો કાયદો ગણાવીને શહેરના ત્રિકોણબાગ ખાતે ધરણાં યોજાયા છે. આ કાર્યક્રમમાં 100થી વધુ કાર્યકરો ધરણાં પર બેઠા છે. કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા માસ્ક વગર સંબોધન કરતા જોવા મળ્યા હતા. બીજી તરફ કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમો નેવે મુક્કી એકબીજાની નજીક બેઠેલા જોવા મળ્યાં હતા. આ કાર્યક્રમમાં રાજીવ સાતવ સહિતના કોંગી નેતાઓ હાજર રહ્યાં છે.

કૃષિ બિલને વિપક્ષે કાળો કાયદો ગણાવીને ત્રિકોણબાગ ખાતે ધરણાં યોજાયા

કૃષિ બિલને વિપક્ષે કાળો કાયદો ગણાવીને ત્રિકોણબાગ ખાતે ધરણાં યોજાયા

પોલીસે ધરણાં કાર્યક્રમ યોજવા માટે હા પણ નથી પાડી અને ના પણ નથી પાડી- અશોક ડાંગર
સમગ્ર મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે નિવેદન આપતા કહ્યું કે કૃષિ વિરોધી જે કાયદા જે તેમાં ખેડૂતો પાયમાલ થઈ રહ્યાં છે. દેશમાં ખેડૂતોની આપઘાતના કેસ વધી રહ્યાં છે. જેથી આ કાયદાનો વિરોધ કરવા અમે લડત આપી રહ્યાં છીએ. ધરણાં માટે અમે મંજૂરી માંગી હતી. પરંતુ પોલીસે હા પણ નથી પાડી અને ના પણ નથી પાડી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here