રાજકોટમાં એકતા પરેડનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રસ્થાન કરાવી કહ્યું ભાજપના કોઈ કાર્યકર્તા નારાજ નથી

0
82
  • ચૂંટણીના માહોલમાં કોંગ્રેસ કંઈક તો વિરોધ કરેને- નીતિન પટેલ
  • પરેડમાં મેયર અને ધારાસભ્ય સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યાં

રાજકોટમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા એકતા દિવસ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. બહુમાળી ભવનથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પરેડનું પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારે નીતિન પટેલે કાંતિ અમૃતિયાની નારાજગીને લઈને જણાવ્યું હતું કે ભાજપના કોઈ કાર્યકર્તા નારાજ નથી.

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી

ચૂંટણીના માહોલમાં કોંગ્રેસ કાંઈક તો વિરોધ કરેને- નીતિન પટેલ
રાજકોટમાં આયોજિત એકતા પરેડ કાર્યક્રમમાં મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય અરવિંદ રૈયાણી અને CM રૂપાણીના પત્ની અંજલી રૂપાણી ઉપસ્થિત રહ્યાં હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજકોટમાં કોંગ્રેસના કૃષિ બિલના કાર્યક્રમને લઈને નિવેદન આપ્યું હતું કે હાલમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. કોંગ્રેસ કાંઈક તો વિરોધ કરેને. સાથે કાંતિ અમૃતિયાની નારાજગીને લઈને કહ્યું હતું કે ભાજપના કોઈ પણ કાર્યકર્તા નારાજ નથી.

સરદાર પટેલની જન્મજયંતિએ આપણે તેમના ચીંધેલા માર્ગે ચાલીએ- નીતિન પટેલ
નીતિનભાઇ પટેલે જણાવ્યું કે આપણા અખંડ ભારતના ઘડવૈયા અને રાષ્ટ્રીય એકતાના શિલ્પી લોહ પુરુષ સરદાર પટેલની જન્મજયંતિએ આપણે તેમના ચીંધેલા માર્ગે ચાલીએ તેમજ તેમના અખંડ ભારતના સપનાને વધુ સુદ્દઢ-મજબુત બનાવીએ. આજે આપણું અખંડ ભારત વિકસિત, સમૃદ્ધ અને સલામત છે તેવું સપનું આઝાદીના સમયે સરદાર સાહેબે જોયુ હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર સાહેબના જન્મદિનને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાનું નકકી કર્યુ છે. દેશને ગૌરવ થાય તેવી કેવડિયા કોલોની ખાતે સરદાર સાહેબની વિશ્વની સૌથી મોટી પ્રતિમાનું નિર્માણ આપણે કરી સરદાર સાહેબના પ્રેરણારૂપ કામોને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા છે.

રાજકોટમાં કોંગ્રેસ કૃષિ બિલનો વિરોધ કરશે
કેન્દ્ર સરકારે ખેડૂતો માટે અમલી બનાવેલા કૃષિ બિલને વિપક્ષે કોંગ્રેસે કાળો કાયદો ગણાવી આજે ત્રિકોણબાગ ખાતે ધરણાંનું આયોજન કર્યું છે. આ ધરણાં કાર્યક્રમમાં 100થી વધુ વ્યક્તિ જોડાશે. આ કાર્યક્રમમાં AICCના સેક્રેટરી રાજીવ સાતવ ખાસ ઉપસ્થિત રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here