૧ નવેમ્બરથી બદલાતા તમામ નિયમોની સીધી અસર પડી શકે છે તમારા ખીસા પર, જાણી લો આ નિયમો વિષે.

0
201

દેશભરમાં રોજિંદી વસ્તુઓના નિયમો હવે બદલવા જી રહ્યા છે. તેમાં કેટલાક એવા પરિવર્તન પણ આવી રહ્યા છે, જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડી શકે છે. એ જો આવા સમયમાં તમે તેની તરફ ધ્યાન નહી આપો તો તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.  ત્યારે તમને જણાવી દઈએ કે  ૧ નવેમ્બર એટલે કે રવિવારથી ગેસના  સિલીન્ડરોથી લઈને ટ્રેનોના ટાઇમ ટેબલ સુધી બધું બદલાઈ શકે છે. તો જાણી લો તેમના નિયમો .

LPG ડિલીવરીના બદલાશે ભાવ 
એક નવેમ્બરથી LPG  સિલીન્ડરની ડિલીવરીના નિયમ બદલાશે. ઓઇલ કંપનીઓ ૧ નવેમ્બરથી ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ (DAC) સિસ્ટમ લાગુ કરશે. એટલે કે, ગેસની ડિલિવરી પહેલાં ગ્રાહકના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક ઓટીપી મોકલવામાં આવશે. જ્યારે સિલિન્ડર તમારા ઘરે આવે છે, ત્યારે તે ઓટીપી ડિલિવરી બોય સાથે શેર કરવાનો રહેશે જ્યારે ઓટીપી સિસ્ટમ સાથે મેચ થશે ત્યારે જ સિલિન્ડર આપવામાં આવશે.

ઇન્ડેન ગેસે બુકિંગ નંબર બદલ્યો
જો તમે ઇન્ડેનના ગ્રાહક છો તો આજ થી તમે તમારા જુના નંબર પર ગેસ બૂક નહી કરાવી શકો. ઇન્ડેને તેમના એલપીજી ગ્રાહકો માટે રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર ગેસ બૂક કરવા માટે નવો નંબર નક્કી કર્યો છે. હવેથી ઇન્ડેન ગેસના દેશભરના ગ્રાહકોએ LPG સિલીન્ડર બૂક કરાવવા માટે ૭૭૧૮૯૫૫૫૫૫ પર કોલ કે SMS મોકલવાનો રહેશે.


ગેસ સિલીન્ડરોના ભાવમાં થશે ફેરફાર 
દેશની સરકારી ઓઈલ કંપનીઓ દર મહીનાની પહેલી તારીખે  LPG સિલીન્ડરની કિંમત નક્કી કરતા હોય છે. ત્યારે કિંમત માં વધારો પણ થઇ શકે છે, અને ઘટાડો પણ થઈ શકે છે. એવામાં ૧ નવેમ્બરે પણ સિલીન્ડરના ભાવમાં ફેરફાર થઇ શકે છે.

ટ્રેનોના સમયમાં થશે ફેરફાર 
૧ નવેમ્બરથી ભારતીય રેલ્વે દેશની બધી ટ્રેનોના ટાઇમ ટેબલમાં ફેરફાર કરવા જઈ રહી છે. ૧ નવેમ્બરે ટ્રેનોનો નવો ટાઇમટેબલ બહાર પાડવામાં આવશે. જે અંતર્ગત ૧૩ હજાર યાત્રી અને ૭ હજાર માલગાડી ટ્રેનોના સમય બદલશે. દેશની ૩૦ રાજધાની ટ્રેનોના સમયમાં પણ એક નવેમ્બરથી બદલાવ આવશે. ૧ નવેમ્બરથી બુધવારને બાદ કરતા ચંડીગઢ થી દિલ્લી સુધી તેજસ એક્સપ્રેસ દોડશે.

SBIમાં ખોલાવેલ બચત ખાતામાં ઓછુ વ્યાજ મળશે.
૧ નવેમ્બરથી SBIના નિયમોમાં પણ ખાસ બદલાવ આવશે. SBIમાં ખોલાવેલ બચત ખાતામાં હવેથી ઓછુ વ્યાજ મળશે. ૧ નવેમ્બરથી જે સેવિંગ ખાતામાં ૧ લાખ રૂપિયા સુધીની રાશી હશે, તેમાં ૦.૨૫ ટકા ઘટીને ૩.૨૫ ટકા વ્યાજ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here