કોરોના વાયરસના વધી રહેલા કેસને પગલે ફ્રાન્સમાં એક માસના લોકડાઉનની ફરીવાર જાહેરાત થઈ ગઈ છે અને લોકોને ઘરોમાં કેદ કરી દેવામાં આવ્યા છે. કોરોનાની બીજી લહેરની સામે લડવા માટે ફ્રાન્સની સરકારે આ બીજું લોકડાઉન જાહેર કર્યું છે.આ જાહેરાત બાદ લોકોમાં દોડાદોડી શ થઈ ગઈ હતી અને તેના પગલે પેરિસમાં 700 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ લાગી જતાં ભારે અફડાતફડી મચી ગઈ હતી. લોકો પોતાના સામાન અને પરિવારની સાથે જરી ચીજો ખરીદવા ઉમટી રહ્યા છે.
આ બીજા લોકડાઉનની જાહેરાત થાય તે પહેલાં જ લોકો પોતાની ગાડીઓ લઈને નીકળી પડયા હતા અને તેને લીધે 700 કિલોમીટર લાંબો જામ લાગી ગયો હતો. ફ્રાન્સમાં એક માસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આવશ્યક ચીજો લોકોને પુરી પાડવામાં આવશે. અનાજ અને દવાઓ લોકોને મળતી રહેશે તેવી ખાતરી સરકારે આપી છે.હોસ્પિટલના કામ માટે તેમજ અન્ય ઈમરજન્સી કામ માટે લોકો બહાર નીકળી શકશે.ફ્રાન્સમાં કોરોના વાયરસની હાલત વધુ ખરાબ થઈ રહી હતી અને રોજ અગણિત કેસ બહાર આવી રહ્યા હતા માટે ફ્રાન્સમાં એક માસના બીજી વખતના લોકડાઉનની જાહેરાત થઈ છે અને યુરોપ્ના બીજા દેશો પણ કદાચ આ પગલાનું અનુકરણ કરે તેવી શકયતા છે.