ગ્રીન બિલ્ડીંગ કન્સેપ્ટ આધારિત દેશમાં પ્રથમ રાજકોટ મનપાને 7મો IGBC ગ્રીન ચેમ્પિયન એવોર્ડ એનાયત કરાયો

0
62
  • એવોર્ડ ઓનલાઈન એનાયત કરવામાં આવશે- ઉદિત અગ્રવાલ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનાઓમાં ગ્રીન બિલ્ડીંગ કન્સેપ્ટને આધારિત આયોજન કરવામાં આવ્યું છે. ‘ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ’ (IGBC) દ્વારા દેશભરમાં પ્રથમ એવાં રાજકોટ મહાનગરપાલિકાની સરાહનીય કામગીરી તેમજ પહેલ માટે IGBC દ્વારા ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન લીડીંગ ધ ગ્રીન અફોર્ડેબલ હાઉસિંગ મૂવમેન્ટ ઈન ઈન્ડિયા કેટેગરી અંતર્ગત 7મો IGBC ગ્રીન ચેમ્પિયન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ IGBC લીડરશિપ એવોર્ડ પ્રોગ્રામ અંતર્ગત ઓનલાઈન એનાયત કરવામાં આવશે, તેમ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

એફોર્ડેબલ હાઉસિંગની માંગમાં વધારો થાય છે
ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યએ રાષ્ટ્રનું ઝડપથી વિકાસ કરતું રાજ્ય છે. જેથી વિકાસની અને શહેરીકરણની આ પ્રક્રિયા સાથે એફોર્ડેબલ હાઉસિંગની માંગમાં વધારો થાય છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરકારની વિવિધ યોજનાઓ જેવી કે વામ્બે, BSUP, રાજીવ આવાસ યોજના, મુખ્યમંત્રી ગૃહ યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના, PPP આવાસ યોજના વિગેરે અંતર્ગત અત્યાર સુધીમાં આશરે 25 હજારથી વધુ જેટલા આવાસોની કામગીરી પૂર્ણ કરીને લાભાર્થીઓને સોંપવામાં આવેલ છે અને આશરે 10 હજારથી વધુ આવાસોની કામગીરી પ્રગતિમાં છે.

ઘરના અંદરનું તાપમાન 30થી 31 ડીગ્રી વચ્ચે રહે તે મુજબ કામગીરી કરાઈ છે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનાઓમાં ગ્રીન બિલ્ડીંગ કન્સેપ્ટને આધારિત આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલ સૂચના અંતર્ગત બિલ્ડીંગ ડિઝાઈનના ફીચર્સમાં ટેકનીકલ ફેરફાર કરીને ઘરના અંદરનું તાપમાન 30થી 31 ડીગ્રી વચ્ચે રહે તે મુજબ કામગીરી કરાવવામાં આવી રહી છે. જેમાં કેવીટીવોલ, ઓપનેબલ બારી-દરવાજાની વ્યવસ્થા, વૅન્ટિલેશન શાફ્ટ વગેરે સામેલ છે. તેમજ ગ્રીન બિલ્ડિંગના પ્રિન્સિપલ્સને ધ્યાને રાખીને ઊર્જાના સામાન્ય ઉપયોગ માટે સોલાર PV સિસ્ટમ, વરસાદી પાણીના બચાવ માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ ચણતર માટે AAC બ્લોકસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સ્માર્ટ ઘર-3 પ્રોજેક્ટ માટે GRIHA દ્વારા ગ્રીન બિલ્ડીંગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે
આ તમામ સુવિધાઓને ધ્યાને રાખતા સ્માર્ટ ઘર-3 પ્રોજેક્ટ માટે GRIHA (Green Rating for Integrated Habitat Assessment) દ્વારા ગ્રીન બિલ્ડીંગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત નવી બનનાર શાળાઓ અને લાઈબ્રેરીઓમાં પણ ગ્રીન બિલ્ડીંગ કન્સેપ્ટના આધારે આયોજન કરી કામગીરી કરવામાં આવી છે. IGBC દ્વારા જુદી-જુદી 7 કેટેગરીમાં એવોર્ડ નોમિનેશન કરવામાં આવે છે. જે પૈકી ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન લીડીંગ ધ ગ્રીન અફોર્ડેબલ હાઉસિંગ મૂવમેન્ટ ઈન ઈન્ડિયા કેટેગરીમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા 15 પ્રોજેક્ટ્સ માટે ગ્રીન બિલ્ડીંગ સર્ટીફીકેશન માટે અરજી કરી છે. જે માટે જરૂરી તમામ પરિબળો પૂર્ણ કરવામાં આવી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here