મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ગિફ્ટ સિટીમાં દેશનું પ્રથમ બુલિયન એક્સચેન્જ સ્થાપશે

0
61

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) ગુજરાતના ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર (આઈએફએસસી) ખાતે દેશનું પ્રથમ બુલિયન એક્સચેંજ સ્થાપવાની યોજના બનાવી રહ્યું છે. જો કે, આઈએફએસસીના નવા નિયુક્ત રેગ્યુલેટર ફક્ત ક્ધસોર્ટિયમને એક્સચેન્જ સેટ કરવાની મંજૂરી આપી શકે છે.

આઇએફએસસીના રેગ્યુલેટર તરફથી બુલિયન એક્સચેંજ માટેના નિયમોની ઘોષણા કરવાનું બાકી છે. ગિફ્ટ સિટીના એક અધિકારીએ કહ્યું હતું કે ’એમસીએક્સ એ આઇએફએસસીમાં બુલિયન એક્સચેંજ ખોલવા ગંભીરતાથી વિચારી રહી છે. તે અંતિમ નિયમોની રાહ જોઈ રહ્યું છે, જે આઈએફએસસીના નવા રેગ્યુલેટર દ્વારા ટૂંક સમયમાં જારી કરવામાં આવશે.


કેન્દ્રએ આઇએફએસસી એક્ટ હેઠળ બુલિયન સ્પોટ કરાર અને બુલિયન ડિપોઝિટરી અંગે સૂચના આપી હોવાથી રેગ્યુલેટર વ્યક્તિગત કે બહુવિધ એક્સચેન્જને મંજૂરી આપવાના બદલે બુલિયન એક્સચેન્જ માટે ક્ધસોર્ટિયમને મંજૂરી આપવાનું વિચારી રહ્યાં છે. રેગ્યુલેટર આઇએફએસસીમાં બહુવિધ બુલિયન એક્સચેન્જ સ્થાપવાની તરફેણમાં નથી.


જો ક્ધસોર્ટિયમને પ્રોત્સાહિત કરવામાં આવે તો તે જોવાની જરૂર રહેશ કે પ્રત્યેક સભ્ય આવા વિનિમયમાં હિસ્સો કેવી રીતે મેળવશે. એક જ સહભાગી બહુમતી ધરાવશે કે કેમ અને આવા વિનિમયમાં હિસ્સો કેવી રીતે મેળવશે.


સૂત્રોએ જણાવ્યું હતું કે સેબીના સ્ટોક એક્સચેન્જ અને ક્લિયરિંગ કોર્પોરેશનના નિયમો પણ એવી કંપ્નીઓને મંજૂરી આપે છે જે એક્સચેન્જ સ્થાપિત કરવા અથવા ડિપોઝિટરીને શેર શેરહોલ્ડિંગની દરખાસ્ત કરે છે અને તે શેરહોલ્ડિંગ ઘટાડવા માટે સમયમયર્દિા નક્કી કરે છે.


અધિકારીએ કહ્યું હતું કે એક્સચેન્જોએ રાષ્ટ્ર નિમર્ણિ અંગે વિચારવાનો સમય આવી ગયો છે કારણ કે તેઓ વિદેશી વિનિમય સાથે હરિફાઇ કરી રહ્યાં છે. જો સમાન ઉત્પાદ સાથે અનેક એક્સચેન્જો ગોઠવવામાં આવે તો આઇએફએસસીનો ઉદ્દેશ કે જે વિદેશી રોકાણકારોને આકર્ષિક કરવાનો છે તે પ્રાપ્ત થશે નહીં.


ભારતમાં બુલિયન એક્સચેન્જ સ્થાપવાના પ્રયાસો છેલ્લા કેટલાક સમયથી ચાલુ થયાં છે પરંતુ 2015માં ભારતીય બુલિયન જ્વેલરી એસોસિએશન (આઈબીજેએ) એ બીએસઇ સાથે બુલિયન એક્સચેન્જ સ્થાપવા માટે જોડાણ કર્યું હતું, પરંતુ કોઇ પરિણામ આવ્યું ન હતું, એવી જ રીતે 2018માં આઇબીજેએએ એમસીએક્સ સાથે જોડાણ કરીને બુલિયન એક્સચેન્જ સ્થાપ્યું હતું, જે આગળ પણ વધી શક્યું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here