એશિયામાં ભારત ચીન બાદ સૌથી મોટો કરજદાર દેશ

0
84
  • સિંગાપુર ખાતેના અર્થશાસ્ત્રી રાવના નેતૃત્વમાં તૈયાર થયેલા રિપોર્ટમાં ચિંતાજનક હકિકતો


કોરોના મહામારીને કારણે વૃધ્ધિદર અવરોધાતા તેમજ જરતમંદોને મદદ માટે જંગી રકમ ખર્ચ થતાં વર્તમાન નાણાકીય વર્ષમાં રાજ્યો અને કેન્દ્રની સંયુકત નાણાકીય ખાધ ગયા વર્ષને મુકાબલે બમણી થઈને 13 ટકાની સપાટીએ પહોંચે તેવા સંકેત છે. એક અહેવાલમાં આ અંગેના સંકેત આપવામાં આવ્યા છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઘણા લાંબા સમયથી જીડીપીના 70 ટકા રહેલું સરકારનું દેવું પણ આ વર્ષે 80 ટકાની સપાટી વટાવી દેશે. આ વર્ષે સરકારી દેવું વધીને પિયા 75.6 લાખ કરોડ કે 1.01 ટ્રિલિયન ડોલરની સપાટીએ પહોંચી જતાં ભારત એશિયામાં ચીન પછીના ક્રમે આવતો સૌથી મોટો દેવાદાર દેશ બની રહેશે.


વર્ષ 2020માં કેન્દ્ર અને રાજ્યોની સંયુકત ખાધ જીડીપીના સાત ટકા રહી હતી. તે પહેલાંના પાંચ વર્ષ દરમિયાન આ નાણાકીય ખાધ સરેરાશ 6.6 ટકા રહી હતી. વર્ષ 2016થી 2019 દરમિયાન કેન્દ્ર સરકારે પોતાની નાણાકીય ખાધને ચાર ટકાની નીચી સપાટીએ જાળવી રાખતા ખાધની સપાટી નીચી રહી હતી પરંતુ મહામારીને કારણે અર્થતંત્ર દબાણમાં આવતા આ વર્ષે સંયુકત નાણાકીય ખાધ વધીને જીડીપીના 13 રહી શકે છે. સિંગાપુર ખાતેના ધિરાણકતર્િ સંસ્થાન ડીબીએસ દ્વારા અર્થશાસ્ત્રી રાધિકા રાવના નેતૃત્વમાં તૈયાર થયેલા અહેવાલમાં આ હકિકત બહાર આવે છે.


એ બાબતની નોંધ લેવી રહી કે વિતેલા ત્રણ વર્ષથી સરકારનું સરેરાશ દેવું જીડીપીના 70 ટકા રહ્યું છે અને સરકારનું સામાન્ય દેવું તો ગયા વર્ષને મુકાબલે નીચી સપાટીએ પહોંચ્યું છે પરંતુ મહામારીને કારણે વૃધ્ધિદરમાં પડેલા ગાબડા અને વધુ ધિરાણ મેળવવાની ફરજ પડતાં સંયુકત દેવું આ વર્ષે જીડીપીના 80 ટકાની સપાટીને પાર કરી જાય તેવી સંભાવના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here