ગોંડલ શૈક્ષણિક સંસ્થાના સંચાલક દ્વારા છેલ્લા 50 વર્ષથી સરદાર વલ્લભભાઈ પટેલની આરતી પૂજા કરવામાં આવી રહી છે.

0
86

ગોંડલ નેશનલ હાઈવે પર આવેલ જય સરદાર શૈક્ષણિક સંકુલના વેલજીભાઇ ઘોણીયા એ જણાવ્યું હતું કે ખરેખર મારા દુર્ભાગ્ય કહેવાય કે હું સરદાર વલ્લભભાઈ પટેલને પ્રત્યક્ષ મળી શક્યો નથી પરંતુ તેમના વિશે લખાયેલા પુસ્તકો- લેખો અવાર નવાર વાંચ્યા છે અને જેમાંથી પ્રેરણા લઇ હું તેમને ભગવાનનો અવતાર જ માની રહ્યો છું, રોજિંદા ભગવાનની સાથોસાથ છેલ્લા 50 વર્ષથી સરદાર વલ્લભભાઈ પટેલનું પણ પૂજન અર્ચન કરી રહ્યો છું.

વર્ષ 1995 થી શૈક્ષણિક સેવા આપવામાં આવી રહી છે જેમાં દરેક સંસ્થા ના નામ સરદાર સાથે અવશ્ય થી જોડાયા છે, અમારી સંસ્થા જય સરદાર શૈક્ષણિક સંકુલ, જય સરદાર પ્રાથમિક શાળા, જય સરદાર હાઇસ્કુલ તેમજ જય સરદાર છાત્રાલયમાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને તેઓને અવતાર પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે જ્ઞાન પીરસવાનું કાર્ય કરી રહ્યા છીએ અમારા મિત્ર વર્તુળની સંસ્થાઓમાં પણ જય સરદારના નામથી જ શૈક્ષણિક સંસ્થાઓ ચાલી રહી છે ગોંડલ તાલુકાના મોટા મહીકા, ચાવંડ સહિતના ગામોમાં પણ જય સરદાર’ના નામે શિક્ષણ સંસ્થા ઓ કાર્યરત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here