રાજકોટના કોઠારીયા રોડ પરના વોંકળામાંથી નવજાત બાળક મળ્યું, બાળકનો જન્મ એકાદ કલાક પહેલા થયો હોવાનું તારણ

0
311
  • વોંકળામાંથી નવજાત બાળક મળી આવતા લોકો ફિટકાર વરસાવી રહ્યાં છે

રાજકોટના કોઠારિયા રોડ નંદા હોલના વોંકળામાં આજે સવારે તાજું જન્મેલુ બાળક મળી આવતા આસપાસના લોકો ફિટકાર વરસાવી રહ્યાં છે. ઘટનાની જાણ થતાં જ 108ની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને બાળકનો કબજો લીધો હતો. 108ના કહેવા પ્રમાણે બાળકનો જન્મ એકાદ કલાક પહેલા જ થયો હોવાનું અનુમાન છે.

સ્થાનિકોએ 108માં ફોન કરી જાણ કરી હતી
ઘટનાની વિગત અનુસાર નંદા હોલનાં વોંકળામાં નવજાત બાળકનાં રડવાનો અવાજ આવતા સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યાં હતા અને તાજું જન્મલું બાળક હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી સ્થાનીકોએ તાત્કાલિક 108માં ફોન કરીને જાણ કરી હતી. જેથી 108ની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી.

પોલીસે બાળકનાં માતાની શોધખોળ હાથ ધરી
આ બાળકનો જન્મ એકાદ કલાક પહેલા જ થયું હોવાનું તારણ 108 દ્વારા આપવામાં આવ્યું હતું. હાલ તો પોલીસે બાળકનાં માતાની શોધખોળ હાથ ધરી છે. આ સાથે જ આસપાસના વિસ્તારોમાં પૂછપરછ શરૂ કરી છે. આમ નવજાત બાળકને આ રીતે વોંકળામાં ફેંકી દેનાર માતા પર લોકો ફિટકાર વરસાવી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here