ગુગલ પ્લે સ્ટોર પર એક નવા જ ફીચરની સુવિધાની ચર્ચાઓ ચારે તરફ થઈ રહી છે. આ ફીચર કમાલ કરે એવું છે, યુઝર્સને એપ વિશેની માહિતીમાં પડતી તકલીફો દૂર કરી શકે છે કારણકે આ સુવિધાથી એક જેવી એપની તુલના થઈ શકવાની વાત જાણવા મળે છે. જેથી યુઝર્સને એ નક્કી કરવામાં સરળતા રહેશે કે તેને કઈ એપ ડાઉનલોડ કરવી છે.
એન્ડ્રોઈડ પોલીસનાં એક રીપોર્ટ અનુસાર કેટલાક યુઝર્સને પ્લે સ્ટોરમાં કમ્પેર એપ્સ નામનું એક સેક્શન દેખાઈ રહ્યું છે જેમાં યુઝર્સ એક જેવી એપની કમ્પેર કરીને તમામ ડીટેલ સરળતાથી મેળવી શકે છે. દાખલાતરીકે વીએલસી મીડિયા પ્લેયરને જોતા સમયે એમએક્સ પ્લેયર, જીઓએમ પ્લેયર અને તેની અનેક એપની કમ્પેર જોવા મળે છે.
આ સુવિધાથી હવે યુઝર્સને એક એક એપની માહિતી નહી મેળવવી પડે. એક સાથે જ સીમીલર એપાની માહિતી મળવાથી યુઝર્સનો ઘણો સમય બચશે અને એકથી વધુ એપ્ વિશે સાચી માહિતી મળવાનું ટેકનોક્રેટસ જણાવી રહ્યાં છે. ગૂગલ હંમેશા તેની સર્વિસ વધુ સારી કરવા માટે પ્રસિદ્ધ છે ત્યારે આ નવી સુવિધા અત્યંત યુઝર ફ્રેન્ડલી બની શકે એવી ઉમ્મીદ કરવામાં આવી રહી છે.