નાફેડે તહેવારોની સિઝનમાં ભાવને અંકૂશમાં રાખવા 15,000 ટન ડુંગળીની આયાત કરવા બિડ મંગાવ્યા, 20 નવેમ્બર સુધીમાં સપ્લાય આપવો પડશે

0
124

બિડિંગની પ્રક્રિયા 4 નવેમ્બરના રોજ બંધ થશે અને તે દિવસે ટેન્ડર ખુલી જશે

  • આયાતકારોએ કીલો દીઠ રૂપિયા 50 કિંમતથી ડુંગળીનો પુરવઠો આપવો પડશે
  • ડુંગળી કોઈ પણ દેશમાંથી આયાત થઈ શકશે અને તે 40-50MM કદની હશે
  • ઓછામાં ઓછા 2,000 ટન માટે બિડ કરવાનું રહેશે.

આગામી તહેવારની સિઝનને ધ્યાનમાં રાખી ડુંગળીનો પુરવઠો વધારવા અને મોંઘવારીની સ્થિતિને અંકૂશમાં લેવા માટે નાફેડે શનિવારે આયાતકારો પાસેથી 20 નવેમ્બર સુધીમાં 15,000 ટન ડુંગળીની આયાત કરવા બિડ મંગાવ્યા છે. ટેન્ડરની શરતો અંતર્ગત આયાતકારોએ પ્રતિ કીલોગ્રામ રૂપિયા 50 ભાવથી 40થી 60MM કદની લાલ ડુંગળીનો સપ્લાય કરવા કરવાની રહેશે. આ ડુંગળી કોઈ પણ દેશમાંથી હોઈ શકે છે અને તે 20 નવેમ્બર સુધીમાં સપ્લાય કરવાની છે. આયાતકાર ઓછામાં ઓછી 2,000 ટન માટે બિડ કરી શકે છે. ડુંગળીનો પુરવઠો 500 ટનના ગુણાંકમાં હશે. બિડિંગની આ પ્રક્રિયા 4 નવેમ્બરના રોજ થશે અને તે દિવસે ટેન્ડર ખુલશે.

જવાહરલાલ નેહરું પોર્ટ અને કંડલા બંદર પર ડુંગળીનો જથ્થો આવશે
આયાતકારોએ ડુંગળીનો સપ્લાય જવાહરલાલ નેહરું પોર્ટ અને કંડલા બંદર પર કરવાનો રહેશે. નાફેડના MD એસકે સિંહે કહ્યું છે કે 15,000 ટન ડુંગળીની આયાત માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. તેનાથી ઘરેલુ પુરવઠો વધારવામાં મદદ મળશે અને ભાવોને અંકૂશમાં લાવી શકાશે.

જલ્દીથી ડુંગળીનો સપ્લાય કરનારને અગ્રિમતા અપાશે
સિંહે કહ્યું છે કે બિડનું મૂલ્યાંકન વોલ્યુમ, ક્વોલિટી અને ઝડપભેર પુરવઠો પૂરો પાડનારને અગ્રિમતા આપવામાં આવશે. બિડર્સે ફ્રેશ, સારી સૂકી અને ક્યોર્ડ ઓનિયનનો પુરવઠો પૂરો પાડવાનો રહશે. ગયા વર્ષે નાફેડે મોટી ડુંગળીની આયાત કરી હતી. જોકે ઘરેલુ બજારમાં ગ્રાહકોએ તેને વિશેષ પસંદ કરી ન હતી.

વરસાદને લીધે પાક નાશ પામવાથી ભાવ પ્રતિ કીલો 80 થઈ ગયા
ડુંગળીના મુખ્ય ઉત્પાદક વિસ્તારોમાં ભારે વરસાદને લીધે ખરીફ પાક નાશ પામ્યો છે. તેને લીધે દેશના અનેક વિસ્તારોમાં ડુંગળીની છૂટક કિંમત પ્રતિ કીલો 80 ભાવ પહોંચી ગયો છે. આ સ્થિતિને જોતા નાફેડે આશરે 1 લાખ ટન બફર સ્ટોક પૈકી 37,000 ટન વિવિધ બજારો અને છૂટક બજારોમાં રજૂ કરી છે.

સરકારે ભાવને અંકૂશમાં લેવા સ્ટોડ લિમિટ લાગૂ કરી અને આયાત પર પ્રતિબંધ મુક્યો
શુક્રવારે વાણિજ્ય અને ગ્રાહક બાબતના મંત્રી પિયૂષ ગોયલે કહ્યું હતું કે ખાનગી વ્યાપારીઓએ 7,000 ટન ડુંગળીની અગાઉથી આયાત કરી ચુક્યા છે અને દિવાળી અગાઉ વધુ 25,000 ટન ડુંગળીની આયાત થાય તેવી આશા છે. તહેવારની સિઝનમાં કિંમત વધતી અટકાવવા માટે સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકેલો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here