અમદાવાદના કાંકરિયા લેકમાં રવિવારથી બાળકો માટે રાઈડ્સ શરૂ કરવામાં આવશે, અટલ એક્સપ્રેસ ટ્રેન શરૂ નહીં થાય

0
84
  • લેસર શો, નોકટર્નલ ઝૂ, બોટિંગ, બલૂન, નાની રાઈડ્સ, ફૂડ કોર્ટ અને ફૂડ સ્ટોલ કોરોનાની ગાઈડલાઈન સાથે શરૂ થશે
  • બે મોટા એમ્યુઝમેન્ટ પાર્ક પણ શરૂ નહીં થાય

કોરોના મહામારીમાં લૉકડાઉનને કારણે અમદાવાદની રોનક સમાન કાંકરિયા લેક બંધ કરી દેવામાં આવ્યું હતું. અનલૉકની પ્રક્રિયા અંતર્ગત એક મહિના પહેલાં કાંકરિયા લેક શરુ કરી દેવાયું પણ રાઈડ્સ શરુ નહોતી કરાઈ. હવે 1 નવેમ્બર રવિવારથી કાંકરિયા ખાતે બાળકો માટેની નાની કોઈન રાઈડ્સ શરુ કરવામાં આવશે. તેની સાથે લેસર શો,નોક્ટર્નલ ઝૂ, બોટિંગ, બલૂન,નાની રાઈડ્સ, ફૂડ કોર્ટ કોરોનાની ગાઈડલાઈન સાથે શરુ કરી દેવામાં આવશે.

કાંકરિયામાં આટલી રાઈડ્સ શરુ થશે
કોરોના મહામારીના કારણે કાંકરિયા લેક્ફ્રન્ટ 7 મહિના સુધી બંધ રહ્યું હતું. જેને થોડા દિવસ પહેલા શરૂ કરવામાં આવ્યું છે. મોંર્નિગ વોકિંગ માટે અને ફરવા માટે લોકો આવતા હતા જો કે કાંકરિયા લેકમાં મનોરંજનની સુવિધાઓ શરૂ થઈ ન હતી. 1 નવેમ્બરથી રાઈડ્સને શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. જેમાં લાયસન્સ ધરાવતી રાઈડ્સ જ શરૂ થઈ શકશે. અટલ એક્સપ્રેસ હજી શરૂ નહીં થાય. માત્ર નાની રાઈડ્સ જ અત્યારે શરૂ કરાશે. સોશિયલ ડિસ્ટન્સ અને ફરજિયાત માસ્ક તેમજ ટેમ્પરેચર માપી તમામ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે.કાંકરિયા ઝૂ સુપરિટેન્ડન્ટ આર.કે સાહુએ ન્યુઝ અપડેટ્સ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે રવિવારથી બાળકોની રાઈડ્સ શરૂ થશે. જેની પાસે લાયસન્સ છે તેવી તમામ રાઈડ્સ શરૂ થશે. બે એમ્યુઝમેન્ટ પાર્ક છે તે બંધ રહેશે. અટલ એક્સપ્રેસનું લાયસન્સ રિન્યુઅલ હજી સુધી આવ્યું નથી માટે અટલ એક્સપ્રેસ શરૂ નહીં થાય.

પ્રથમ તબક્કામાં 50 ટકા મુલાકાતીઓને પ્રવેશ મળશે
કાંકરિયા લેક્ફ્રન્ટની સોમથી શુક્રવાર સુધીમા દરરોજ 1500 જેટલા લોકો મુલાકાત લે છે જ્યારે શનિવાર અને રવિવારે 4000થી 5000 લોકો આવે છે. કાંકરિયામાં રાઈડ્સ શરૂ થતાં આગામી દિવસોમાં લોકોનો ધસારો વધે તેવી શકયતાને લઈ ગાઈડલાઈનનું પાલન કરાવવામાં આવશે. ઝૂ સુપરિટેન્ડન્ટ આર.કે સાહુએ વધુમાં કહ્યું હતું કે કોવિડ-19ની ગાઈડ લાઈન પ્રમાણે પ્રથમ તબક્કામાં માત્ર 50 ટકા લોકોને જ પ્રવેશ અપાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here