આયુર્વેદિક કોવિડ સેન્ટરનો સફળતાનો રેશિયો 86 ટકા

0
148
  • કોરોનાથી બચવું હોય તો રોજ સવારે નાની ચમચી સુંઠ સુંઘો
  • ગંભીર લક્ષણો ધરાવતા 200 જેટલા દર્દી સાજા થયા: સંચાલક ડો.હિતેષ જાની સાથે આજકાલની વાતચીત


  દેશના સર્વ પ્રથમ આયુર્વેદિક કોવીડ કેર સેન્ટરને આ મહામારીનો સામનો કરવામાં ધાયર્િ કરતાં વધુ સફળતા મળી છે. 200 જેટલા દર્દીઓ રાજકોટના આયુર્વેદિક કોવીડ સેન્ટરમાં સાજા થયા છે. અને સફળતાનો આંક 86% જેટલો છે.સામાન્ય ધારણા એવી છે કે બહુ હળવા લક્ષણો હોય તેવા દર્દીઓ જ આયુર્વેદિક કોવીડ સેન્ટરમાં સારવાર લેવા માટે આવતા હોય છે, પણ એવું નથી આ સેન્ટર ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓને સારવાર આપે છે અને હળવા લક્ષણો ધરાવતા હોય તેમને હોમ ક્વોરન્ટાઈન રહીને જ સારવાર કરાવવાની સલાહ આપે છે. ત્યારે આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરનાં સંચાલક ડોકટર હિતેશ જાની સાથે આજકાલે કોરોનાની સારવાર માટેની આયુર્વેદિક પદ્ધતિ બાબતે વિસ્તૃત ચર્ચ કરી હતી. જેનાં અંશો અત્રે પ્રસ્તુત છે.


પ્રશ્ન : દેશના પ્રથમ આયુર્વેદિક કોવીડ સેન્ટરમાં સફળતાનો રેશિયો કેટલો છે?
જવાબ : આ આયુર્વેદિક સારવારથી કોરોના સામે લડવામાં અમને 86% સફળતા મળી છે.અને 200 દર્દી સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે.


પ્રશ્ન  : કોરોનાના હળવા લક્ષણો વાળા દર્દીઓ જ અહી આવે છે કે થોડા સીરીયસ લક્ષણો વાળા દર્દીઓ પણ અહી આવે છે ?
જબાબ : હળવા લક્ષણો એટલે કે હોમ ક્વોરન્ટાઈન જેવા દર્દીને વધુ સારવારની કોઈ જરૂર રહેતી નથી, એટલે અમે ગંભીર લક્ષણો વાળાને જ સરકારની ગાઈડલાઈન્સ મુજબ દાખલ કરીએ છીએ. કારણ કે અહી વેન્ટીલેટર નથી એટલે ક્રીટીકલ કેસની ટ્રીટમેન્ટ અમે અહી નથી કરતા .


પ્રશ્ન : આમ તો બધા રોગોના ઉપચારોની વાત આયુર્વેદમાં કરવામાં આવીજ છે , ત્યારે શું કોરોના જેવા નવા રોગની સારવારનો આયુર્વેદમાં કોઈ  ઉલ્લેખ કરવામાં આવ્યો છે?
જવાબ : વાસ્તવમાં તો કોરોના પણ એક વાયરસ જ છે ત્યારે આયુર્વેદમાં વાયરસ વિષે તો વાત કરવામાં આવી જ છે, જનપદોસ્ત વિષે પણ આયુર્વેદમાં વાત કરવામાં આવી છે, વાયરસ વિષે 5000 વર્ષ પહેલા તેમના ઉપચાર વિષે આયુર્વેદમાં જણાવવામાં આવ્યુ જ છે જે મુતાબિક અમે આ વાયરસની પણ સારવાર કરીએ છીએ.અને રાષ્ટ્રીય કામધેનું આયોગનો આ પ્રોટોકોલ છે.


પ્રશ્ન : આયુર્વેદથી કઈ રીતે તમે દર્દીની ટ્રીટમેન્ટ કરો છો.
જવાબ : અમે અહિયાં દર્દીને શુદ્ધ અને સાત્વિક ભોજન જ આપીએ છીએ, અને શાસ્ત્રોમાં બતાવેલા તમામ રોગોના લક્ષણોથી આ રોગોના લક્ષણો કમ્પેર કરીએ છીએ, અને સંજીવનીવટી નામની ટેબ્લેટ કફ, વાયુ માટે વધુ અસરકારક હોઈ છે અને તે કોઈ પણ જેરી તાવને મટાડી શકે છે. માટે ગોજીવાદી કવાથ એટલે કે ઉકાળા દ્વારા સારવાર કરીએ છીએ .અને અમે આયુર્વેદિક સેનીટાઇઝર પણ બનાવ્યું છે.


પ્રશ્ન : સામાન્ય રીતે આયુર્વેદિક ટ્રીટમેન્ટથી દર્દી કેટલા દિવસમાં સાજો થઈને પાછો પોતાના રોજીંદા જીવનમાં કાર્યરત થાય છે.
જવાબ : 7 દિવસમાં દર્દી સાજો થઈને તુરંત પોતાનાં કામે લાગી જાય છે ,


પ્રશ્ન : વધુ પડતા ઉકાળા અને ગરમ પાણી પીવાથી બળતરા અને એસીડીટીની ફરિયાદો આવે છે ત્યારે આ આયુર્વેદ ટ્રીટમેન્ટની કોઈ આડઅસરો ખરી ?
જવાબ : અમારા આયુર્વેદિક ઉકાળાની કોઈ આડઅસર નથી પરંતુ લોકો પોતાની રીતે કોરોનાથી બચવા ગમે તે ઉકાળા પીવે છે , માટે લોકોએ નિષ્ણાંતોની સલાહ થી જ ઉકાળા પીવા જોઈએ


પ્રશ્ન : બીજી ટ્રીટમેન્ટ કરતા આયુર્વેદિક ટ્રીટમેન્ટની ખાસિયત શું છે. ?
જબાબ : આયુર્વેદિક સારવારથી રીકવરી મેળવ્યા પછી શ્વાસ  જેવા બીજા કોઈ લક્ષણો પણ નથી રહેતા. આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી પરંતુ સામે ઘણા ફાયદા છે.


પ્રશ્ન : જે લોકો હજુ કોરોનાના ભરડામાં નથી આવ્યા એ લોકો માટે એવો કોઈ ઉપચાર સૂચવો કે જેનાથી લોકો કોરોના સામે સુરક્ષિત રહી શકે અને તેમનો સામનો કરી શકે.
જવાબ : માસ્ક ફીસીકલ પ્રોટેકશન છે, પરંતુ આયુર્વેદીમાં ફીઝીયોલોજીકલ પ્રોટેકશન છે. જે અનુસાર દરરોજ સવારે મગ જેટલી ચપટી એક સુંઠ લઈને બંને નાક માં સુંઘવી અને દરરોજ સવારે ગાયનું દૂધ પીવું.


 આયુર્વેદના નિષ્ણાંત એવા ડોક્ટર હિતેશ જાનીના જણાવ્યા અનુસાર આયુર્વેદિક ઉપચાર એ કોઈ પણ રોગનો અકસીર ઇલાઝ છે. અને તેની કોઈ આડઅસર પણ નથી. અને કોરોનાના સામન્ય લક્ષણોને આપણે ઘરેલું ઉપચારથી પણ દુર કરી શકીએ છીએ. પરંતુ જો આપ્ને કોરોનાના ગંભીર લક્ષણો દેખાય તો તેની યોગ્ય સમયે સારવાર લેવી જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here