મહારાષ્ટ્રથી સ્કૂટીમાં ગુજરાતમાં આવી ચોરી કરતી ગેંગને અમદાવાદ ગ્રામ્ય LCBએ ધોળકામાં ઝડપી પાડી

0
151
  • જ્વેલર્સ કે બેંકથી નીકળતા લોકોના વાહનોને પંક્ચર કરીને ચોરીને અંજામ આપતા

ગુનેગાર હવે અલગ અલગ મોડેસ ઓપરેન્ડીથી ગુનો કરી રહ્યા છે.તેવામાં મહારાષ્ટ્રથી સ્ફૂટી લઈને ગુજરાતના અંતરિયાળ ગામડાઓમાં ચોરી કરતી ગેંગનો અમદાવાદ જિલ્લા એલસીબીએ ઝડપી લીધી છે. તેઓ વાહનોને પંક્ચર પાડીને પછી તેમાં સવાર વ્યક્તિ બહાર નીકળે ત્યારે તેમનો સામાન ચોરી લેતા હતા.

બાતમીના આધારે પોલીસે 3ને પકડી પાડ્યા
અમદાવાદ જિલ્લા પોલીસના એલસીબીના પી આઈ આર જી ખાંટને બાતમી મળી હતી કે ધોળકા વિસ્તરમાં વેપારીની કારમાંથી લાખો રૂપિયાની ચોરી કરતી ગેંગ જિલ્લામાં ફરી રહી છે. બાતમીના આધારે પોલીસે આ ગેંગના ત્રણ શખ્સને ઝડપી લીધા હતા. પકડાયેલા શખ્સોએ પોતાનું નામ ચંદ્ર તૈલી, શરદકુમાર અને શીવા નાયકર જણાવ્યું હતું. તેમની અગ ઝડતીમાં લાખોની કિમતના સોનાના દાગીના મળી આવ્યા હતા. આ દાગીના અગાઉ ધોળકા વિસ્તરમાં થયેલી ચોરીના મુદ્દામાલના હતા.

ચોર ગેંગની મોડસ ઓપરેન્ડી
આ ગેંગના સભ્યો જ્વેલર્સ કે બેંકની બહાર બેસી રહે છે અને તેમના પાર્ક કરેલા વાહનોમાં પંક્ચર કરીને વાહન ચાલકના ટાયર બદલવા સુધી રાહ જોતા હતા અને જેવો કાર ચાલક બહાર નીકળે કે તરત જ કારમાં પડેલી કિંમતી વસ્તુઓ ચોરીને ફરાર થઈ જાય છે. હાલ આ ગેંગ પાસે લાખો રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.

ઓળખ છૂપાવવા સમયાંતરે કપડા બદલી દેતા
આરોપીઓએ પોલીસને જણાવ્યું હતું કે, તેઓ સ્ફૂટી પર મહારાષ્ટ્રથી ધોળકા આવ્યા હતા અને અહીંયા લોકોના સામાનની ચોરી કરતા હતા. આરોપીઓ પોલીસથી બચવા માટે થોડા-થોડા સમયે કપડાં બદલી નાખતા હતા. જેથી તેઓ સીસીટીવીમાં કેદ થવા છતાં તેમને કોઈ ઓળખી શકે નહીં. હાલ તમામ આરોપીની પાસે વધુ વિગત મેળવવા માટે પોલીસે પ્રયાસો શરૂ કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here