સાત વખત જેમ્સ બોન્ડનું પાત્ર ભજવનારા એક્ટર શૉન કોનેરીનું 90 વર્ષની વયે અવસાન

0
81

હૉલિવૂડની ફિલ્મોમાં ‘જેમ્સ બોન્ડ’નું પાત્ર ભજવવા માટે જાણીતા દિગ્ગજ અદાકાર શૉન કોનેરીનું 90 વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. કોનેરીએ પહેલી જેમ્સ બોન્ડ ફિલ્મથી શરૂ કરીને સાત વખત આ આઇકોનિક પાત્ર ભજવ્યું હતું.

મૂળ સ્કોટિશ એવા શૉન કોનેરીને 2000ના વર્ષમાં ક્વીન એલિઝાબેથ-2 દ્વારા નાઇટહૂડ એનાયત કરવામાં આવ્યું હતું અને તેઓ ‘સર શૉન કોનેરી’ બન્યા હતા.

ઈ.સ. 1962માં આવેલી પહેલી જેમ્સ બોન્ડ ફિલ્મ ‘ડૉ. નો’થી તેમણે જેમ્સ બોન્ડનું પાત્ર ભજવવાની શરૂઆત કરી હતી. એમણે 1983 સુધીમાં સાત બોન્ડ ફિલ્મો ડૉ. નો, ફ્રોમ રશિયા વિથ લવ, ગોલ્ડ ફિંગર,થંડરબૉલ, યુ ઓન્લી લિવ ટ્વાઇસ, ડાયમંડ્સ આર ફોરએવર અને નેવર સે નેવર અગેઇનમાં વિખ્યાત જાસૂસી પાત્રની ભૂમિકા ભજવી હતી.

ધ અનટચેબલ્સ નામની ફિલ્મ માટે તેમને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ઓસ્કર અવોર્ડ મળ્યો હતો.

એમની અન્ય જાણીતી ફિલ્મોમાં માર્ની, મર્ડર ઑન ધ ઓરિએન્ટ એક્સપ્રેસ, ધ મેન હુ વુડ બી કિંગ, ધ નેઇમ ઑફ ધ રોઝ, હાઇલેન્ડર, ઇન્ડિયાના જોન્સ એન્ડ ધ લાસ્ટ ક્રૂસેડ, ધ હન્ટ ફોર ધ રેડ ઓક્ટોબર, ડ્રેગનહાર્ટ, ધ રૉક, ફાઇન્ડિંગ ફોરેસ્ટર વગેરેનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here