જુનાગઢ આ વખતની ગિરનારની લીલી પરિક્રમા માં લોકોને ના આવવા ઉતારા અન્નક્ષેત્રો ના મંડળનો અનુરોધ

0
338

ઉતારા અન્નક્ષેત્રો પણ આ વખતે પોતાની સેવા બંધ રાખશે તંત્ર ને પ્રતિકાત્મક પરિક્રમા કરાવીને પરંપરા જાળવવા અનુરોધ

પરંપરાથી ચાલી આવતી ગિરિવર ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે પ્રતીકાત્મક રીતે ઉતારામંડળ કરશે કારણકે વૈશ્વિક મહામારી કોરોના ચાલતી હોય કોરોના સબબ સરકાર દ્વારા રજુ કરવામાં આવેલ ગાઈડ લાઈન પ્રમાણે લોકોના મોટા સમુહને એકઠુ ના થવુ તે વાતને અનુસરી ને મંડળ દ્વારા પરંપરાગત રીતે ગિરનારની લીલી પરિક્રમા કરવા આવતા ભાવિક ભક્તો નમ્ર અપીલ કરવામાં આવી છે કે આ વર્ષે પરિક્રમા કરવા ન આવવુ, સાથે સાથે ગુજરાતભરમાંથી આવતા અને નિશુલ્ક જમાડતા મંઙળના દરેક અન્નક્ષેત્રો, ચા પાણીના સ્ટોલ, ઉતારા ઓ વગેરેને માહિતગાર કરવામાં આવ્યા છે ઉપરાંત મીડિયાના માધ્યમથી માહિતી મેળવી કોઈપણ સંસ્થા આ વર્ષે સેવા માટે ના પધારવા અનુરોધ કરાયો છે

ઉતારા મંડળ દ્વારા પરિક્રમા બાબતે જૂનાગઢ જિલ્લા કલેકટર તેમજ જુનાગઢ વનવિભાગના સીસીએફ ને આ બાબતે મળીને પત્ર પાઠવવામાં આવ્યો હતો. અને સાથે જવાબદારો ને પુછપરછ કરવામાં આવી હતી કે પરિક્રમા બાબતની કઈ ગાઈડ લાઈન નક્કી કરવામાં આવી છે કે કેમ ત્યારે આ બાબતેં જવાબદારો દ્વારા જણાવવામાં આવેલું કે હજુ સુધી કોઈ ગાઇડલાઇન નક્કી થયેલ ન હોય સાથે જવાબદાર અધિકારીઓ પણ સરકાર ની સુચના ની રાહ જોઈ રહ્યા હોય. ત્યારે ઉતારા મંડળ પ્રજા હિત માટે અખબાર જગત અને મીડિયાના માધ્યમથી સરકાર ના હિત મા તંત્ર અને પ્રજાને અવગત કરી રહી છે કે આ વર્ષે ઉતારા મંડળ પ્રતિકાત્મક પરિક્રમા કરીને પરંપરા જાળવવાની અપીલ કરે છે જે બાબત ની સંપૂર્ણ વ્યવસ્થા તંત્ર(વનવિભાગ અને જીલ્લાવહિવટી તંત્ર) દ્વારા કરવામાં આવે તેમજ આ બાબતની જાણકારી કલેકટર મિટિંગ બોલાવીને પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરે.

પરંપરાને જાળવવી પણ જરૂરી હોય અને ગિરિવર ગિરનારની લીલી પરિક્રમા એ સનાતન હિન્દુ સંસ્કૃતિની આસ્થાનું પ્રતીક હોય સૌની ફરજ છે કે પરંપરા ઓ જાળેવીએ આવાજ એક પ્રયાસરૂપે ઉતારામંડળ ગિરિવર ગિરનારની લીલી પરિક્રમા પ્રતીકાત્મક સ્વરૂપ કરવા માટે વન વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સાથે સંકલન કરી તારીખ 25/11/2020 બુધવાર ને અગિયારસ થી ને તારીખ 30/11/2020 સોમવાર ને પૂનમ સુધીમાં કરવી.

આજ રોજ-રોજની આ પ્રેસ કોન્ફરન્સમાં જૂનાગઢના દરેક પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના સભાસદો હાજર રહેલ તેમનુ ઉતારામંડળ આભાર વ્યક્ત કર્યો હતો . આજની પ્રેસ કોન્ફરન્સમાં ઉતારા મંડળમાંથી અધ્યક્ષ દેવાણંદભાઇ સોલંકી, મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ વેકરીયા, મંત્રી કાળાભાઈ સિંધલ, ગોવિંદભાઈ વેગડ, માર્ગદર્શક નાગદાનભાઈ ડાંગર, ટ્રસ્ટી મગનભાઈ સાવલિયા હરેશભાઈ ઠુંમર લાલજીભાઈ અમરેલીયા પ્રવીણભાઈ સોજીત્રા અને હરેશભાઈ ઘોડાસરા હાજર રહેલ તેમજ વધુમાં ઉતારા મંડળ દ્વારા પોતાની રજૂઆત
કલેકટર જુનાગઢ, મુખ્ય વન સંરક્ષક જુનાગઢ, મુખ્યમંત્રી ગુજરાત, પ્રધાનમંત્રી ભારત, સહિતનાઓ ને રવાના કરવામાં આવી હતી.

અહેવાલ- હુસેન શાહ, જુનાગઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here