જુનાગઢ ગિરનાર રોપવેના ભાવના મુદ્દે આવતીકાલથી કરણી સેના આવેદનપત્ર આપી ફૂંકશે આંદોલનનું રણશીંગુ

0
246

ગિરનાર રોપ વે નાં કમ્મરતોડ ભાવ સામે આવતીકાલ થી જન આંદોલન નું રણશિંગુ ફૂંકવાનું છે. જૂનાગઢ કલેકટર કચેરી ખાતે આવતી કાલ તારીખ ૦૨ નવેમ્બર ના રોજ રાજપૂત કરણી સેના દ્વારા બપોરના ૧૨ કલાકે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જે. પી. જાડેજા અને ભગતસિંહ ક્રાંતિ દળ નાં ગુજરાત પ્રદેશ સંયોજક આઝાદ જાદવ કલેકટર ને આવેદન પાઠવી મીડિયા સમક્ષ આગામી આંદોલનાત્મક કાર્યક્રમો વિશે જાહેરાત કરશે

સંગઠનના સુત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર ગીરનાર રોપ-વે પર ટિકિટના દરમાં તાત્કાલિક ઘટાડો કરવા લોક હિતમાં રાજપુત કરણી સેના દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને જૂનાગઢ કલેક્ટર મારફતે આવેદનપત્ર આપી આંદોલનનું રણશીંગુ ફૂંકશે તેવું સંગઠનના સુત્રો દ્વારા જણાવાયું હતું વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વર્ષોના પ્રયત્ન બાદ ગીરનાર પર રોપ-વેનું નિર્માણ કરવામાં આવ્યું છે.સમગ્ર ભારતના સનાતન ધર્મના શ્રધ્ધાળુઓ લાખોની સંખ્યામાં ગીરનાર પર્વત પર માથું ટેકવવા માટે આવે છે.અંબાજી માતા, ગુરૂ દત્તાત્રેય સહિત અનેક ધર્મસ્થાનો ગીરનાર પર્વત પર આવેલા છે.ગીરનાર પર્વતની યાત્રાએ આવતા મોટા ભાગના વર્ગમાં ગરીબ અને મધ્યમ વર્ગનો સમાવેશ થાય છે. ગીરનાર રો-વેનું સંચાલન કરનાર ઉષા બ્રેકો કંપનીએ જે ટિકિટના દર નિર્ધારીત કર્યા છે. તે આ યાત્રાળુઓની પહોંચની બહારના છે. જો આ જ દર યથાવત રાખવામાં આવે તો રોપ-વેનો કોઈ જ અર્થ સરે તેમ નથી. આથી ગુજરાત ના મુખ્ય મંત્રી ને અનુરોધ કરવામાં આવશે કે આપ સત્તાનો ઉપયોગ કરીને કંપનીને ટિકિટના દર ગરીબ અને મધ્યમ વર્ગને પોસાય તે રીતે વ્યક્તિદિઠ રૂા. ૧૫0/- નિર્ધારીત કરવામાં આવે તેમજ તમામ સાધુ સંતોને કાયમ માટે ફ્રી પાસ એનાયત કરવામાં આવે. કંપની દ્વારા નફાખોરી કરવાના ઉદ્દેશ્યથી જે ભાવ નિર્ધારીત કરવામાં આવ્યા છે તેમાં રાજપૂત કરણી સેનાની માંગ મુજબના ભાવમાં ફેરફાર નહીં કરાય તો નાછૂટકે રાજપૂત કરણી સેના ને જનઆંદોલનના મંડાણ કરવા પડશે. ઉપરાંત આવતીકાલે કલેકટર કચેરી ખાતે જો સરકાર દ્વારા ઉમંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી આંદોલનની રણનીતિ પણ મીડિયા સમક્ષ જાહેર કરવામાં આવશે તેવું જણાવામાં આવ્યું હતું.

અહેવાલ- હુસેન શાહ, જુનાગઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here