ગોંડલમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ નું પૂતળું સળગાવી વિરોધ પ્રદર્શન કરનાર બાર શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધાયો

0
72

ગોંડલ તાજેતરમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા મહંમદ પયગંબર સાહેબનું વિવાદિત કાર્ટુન દેખાડી મુસ્લિમ સમુદાયની લાગણી ને ઠેસ પહોંચાડતું નિવેદન આપતા ગોંડલના સાબીર શકીલભાઈ નાગાણી, રમીઝ હનીફભાઈ ખલીફા, અહેમદ હારૂનભાઇ તબાણી, ઇદ્રીશ હુસેનભાઈ મકવાણા, સમીર ઉર્ફે મુરીદ અઝહરુદ્દીન ખાટકી, રફીક મજીદભાઈ તૈલી, દિલાવર ગફાર ભાઇ રાઠોડ, અલવાજ હનીફ ભાઈ પઠાણ, નાસીર ગુલામ ભાઈ ગૌર, મયુદ્દીન ગફારભાઈ ગૌરી, મહંમદ રજાકભાઈ શાયરા, સોહીલખાન સલીમ ખાન પઠાણ સહિતનાઓએ સોશિયલ ડિસ્ટનસ નું પાલન કર્યા વગર માસ્ક બાંધ્યા વગર સક્ષમ અધિકારીની પરવાનગી લીધા વગર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન નું પૂતળું સળગાવી એકઠા થઈ વિરોધ પ્રદર્શન કરી જાહેરનામાનો ભંગ કરતા પોલીસે આઈપીસી કલમ 188 269 114 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત વિરોધ પ્રદર્શન ના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થવા પામ્યા હતા જે અનુસંધાને પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here