ગોંડલ સીટી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન ના ગુનામાં વચગાળા ના જામીન પરથી ફરાર થઇ નાશતા ફરતા ત્રણ કેદીને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય પેરોલ ફર્લો સ્કોર્ડ.

0
92

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંધ તથા પોલીસ અધિક્ષક બલરામ મીણા ની સુચના તથા માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય જીલ્લાના વણશોધાયેલ ધાડ, લૂંટ ખુન ,બળત્કાર જેવા ગંભીર ગુનહાના નાસતા ફરતા આરોપીઓ તથા હાલ મા ડી.જી. દ્વારા રાજ્યમાં વિધાનસભાની પેટા ચુંટણી અનુલક્ષીને પેરોલ ફર્લો, વચગાળા જામીન , પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયેલ હોય તેવા નાશતા ફરતા આરોપીઓ પકડી પાડવા ની સૂચના મુજબ
પો.સબ.ઇન્સ.વી.એમ.કોલાદરા પેરોલ ફર્લો રાજકોટ ગ્રામ્ય, ASI મહમદરફીકભાઇ હનીફભાઇ ચોહાણ પ્રભાતસિંહ કનુજી પરમાર, વિરરાજભાઇ જીતુભાઇ ધાધલ, ભગીરથસિંહ કીશોરસિંહ જાડેજા, પો.કોન્સ. રામસંગજી સોલે, રાયધનભાઇ નારણભાઇ ડાંગર સહિત ની ટિમ પેટ્રોલિંગ દરમિયાન પ્રભાતસિંહ પરમાર, ભગીરથસિંહ જાડેજા ની બાતમીના આધારે ગોંડલ સીટી પોલીસ સ્ટેશન ના પ્રોહીબીશનના જુદા જુદા ત્રણ ગુન્હાઓમાં સબ જેલ ગોંડલ માંથી વચગાળાના જામીન પર થી ફરાર થયેલ કાચા કામ ના ત્રણ કેદીઓ સુરેશ રસીકભાઇ સોલંકી, નરેશ લાભુભાઇ સોલંકી રહે, શની લક્ષ્મણભાઇ સોલંકી ગોંડલ વાળા ને તપાસ દરમ્યાન મળી આવતા પકડી પાડેલ છે અને આગળ ની કાયૅવાહી માટે ગોંડલ સિટી પોલીસ સ્ટેશન ખાતે સોપેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here