ગોંડલ સરકારી હોસ્પિટલના મેડિકલ ઓફિસરે માનવતા નેવે મૂકી દર્દીને પટાંગમાં કણસતો છોડી દિધો મુકયા

0
98

સમાજ સેવક અને પોલીસે માનવતા મહેકાવી દર્દીને રાજકોટ રીફર કર્યો

ગોંડલ સરકારી હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ એક અજાણ્યા દર્દીને ઉધોગનગરમાંથી સરવાર માટે લઈ આવતાં હોસ્પિટલના ડોકટરે પ્રાથમિક ચેકઅપ કરી પટાંગણમાં રેઢો મુકી દીધો હતો. બિમારીથી પિડાતા દર્દીને સમાજ સેવક અને પોલીસ ની દરમિયાનગીરીથી રાજકોટ રીફર કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ જેતપુર રોડ ઉધોગનગર પાસે એક અજાણ્યો પુરુષ અશક્ત અને તાવથી પિડાતો હોવાની 108 એમ્બ્યુલન્સ ને જાણ થતા ગોડલ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો પરંતુ અજાણ્યા દર્દીની સારવાર કરવાની જગ્યાએ પ્રાથમિક ચેકીંગ કરી મેડીકલ ડોકટરને જાણે કામગીરી કરવામાં રસ ન હોય તેમ આ દર્દી ને હોસ્પિટલના પટાંગણમા રેઢો મુકી દેતા સમાજ સેવક પ્રફુલભાઈ રાજયગુરૂ, ડ્રાઈવર લાલુભાઈ સહિતનાઓ એ આ દર્દીની વ્હારે આવ્યા હતા. જોગાનુજોગ ગોડલ પોલીસ આવી ચડતાં સ્થિતિ જોઈ ને દર્દી ને સારવાર ની જરૂરિયાત હોય આમ રેઢો ન છોડી દેવાનું જણાવી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો

ગોડલ સરકારી હોસ્પિટલના મેડીકલ ઓફિસર શકિના મેડમે માનવતા નેવે મુકીને આ દર્દીની સંભાળ લેવા ની જગ્યાએ હોસ્પિટલના પટાંગણ મુકી દેતા પોલીસ અને સમાજ સેવકે સંભાળ લઈને માનવતા મહેકાવી હતી ભૂખ, અશક્તિ અને તાવથી પિડાતા દર્દીની સારવાર કરવામાં ન આવી હોવા અંગે મેડીકલ ડોકટર શકિના મેડમે આવુ કઈ થયું ન હોવાનું જણાવી લુલો બચાવ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here