રાજકોટના દિપ્તીબેન છેલ્લા 22 વર્ષથી ઘાતક હથિયાર અને દારૂગોળો વેચવાનો પરવાનો ધરાવે છે

0
502

રાજકોટના દિપ્તીબેન ત્રિવેદી શસ્ત્ર તેમજ દારૂગોળા વેચવાનો પરવાનો ધરાવતા ગુજરાતના એકમાત્ર મહિલા છે. સ્ત્રીઓ આજના યુગમાં પુરુષ સમોવડી બનતી જાય છે. નારીશક્તિ પોતાના મનોબળથી ઘણી આગળ નીકળી ગઇ છે. રાજકોટ શહેરમાં આવી જ એક મહિલા દિપ્તીબેન અશોકભાઈ ત્રિવેદી છેલ્લા 22 વર્ષથી પરવાનાવાળા હથિયાર વેચવાનું લાઇસન્સ ધરાવે છે.

1998માં દિપ્તીબેનને વિચાર આવ્યો કે રજવાડા વખતની એકમાત્ર દારૂગોળાની દુકાન બંધ થઇ ગઈ હતી અને પોતે સરકારમાંથી લાઇસન્સ લીધું અને પરવાનાવાળા હથિયારો, દારૂગોળાનું વેચાણ, સર્વિસ સહિતની કામગીરી શરૂ કરી અને આજે આ બિઝનેસમાં તેઓ પારંગત છે. આજે મનહર પ્લોટ વિસ્તારમાં તેમની દુકાનમાં 60થી 65 જેટલી રિવોલ્વર, પિસ્તોલ, રાઇફલ જુદા જુદા પ્રકારની ઉપલબ્ધ છે અને 5 હજાર જેટલો દારૂગોળો ઉપલબ્ધ છે. દિપ્તીબેને જણાવ્યું કે, ઇન્ડિયન વેપન આશરે 1 લાખની આવી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here