- રાજકોટમાં રવિવારે 63 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો
રાજકોટમાં 24 કલાકમાં કોરોનાથી 1નું મોત થયું છે. જ્યારે પોઝિટિવ કેસની સંખ્યા 8617 પર પહોંચી છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 446 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં રવિવારે 63 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
રાજકોટ શહેર કરતા ગ્રામ્ય વિસ્તારોમાં પોઝિટિવ વધ્યા
રવિવારે સાંજે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરીએ ગ્રામ્ય વિસ્તારમાં એક દિવસમાં 49 કેસ આવ્યા હોવાનું જાહેર કર્યું હતું. જો કે બાદમાં આ આંક ઘટાડીને 33 કરી ફરીથી જાહેર કરાયા હતા. કેસની સંખ્યામાં સીધા 16નો ઘટાડો કરી દેવાયો હતો. આમ છતાં શહેર કરતા ગ્રામ્ય વિસ્તારના કેસ વધુ રહ્યા છે. આ સાથે રાજકોટ શહેર અને ગ્રામ્ય સહિત જિલ્લામાં કેસની કુલ સંખ્યા 12607 થઈ છે. બીજી તરફ શહેરમાં કોરોનાથી થતાં મોતની સંખ્યામાં સતત ઘટાડો આવી રહ્યો છે. રવિવાર સવારની સ્થિતિએ 2નાં મોત થયા છે બીજી તરફ 2500માંથી 2133 કોવિડ બેડ હાલ ખાલી હોવાનું તંત્રે જાહેર કર્યું છે.
ધોરાજી કોવિડ હોસ્પિટલના દર્દીઓ સાથે પોરબંદરના સાંસદે વીસી કરી
ધોરાજી સરકારી કોવિડ હોસ્પિટલની પોરબંદરના સાંસદ રમેશ ધડુકે મૂલાકાત લઈને કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરી તમામ દર્દીઓ પાસે સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. સરકારી હોસ્પિટલની મુલાકાત લઈને કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે વીડિયો કોન્ફરન્સમાં વાત કરી દર્દીઓને હિંમત આપી હતી અને હોસ્પિટલમાં હાલમાં જ જરૂરિયાત છે. પોરબંદરના ધડુક ધોરાજી ખાતે મુલાકાતે આવ્યા હતા.