રૂપાણીને બદલે અમિત શાહ જવાનો સાથે દિવાળી ઉજવે તેવી શક્યતા

0
109
  • આ અંગે કોઇ જ આયોજન નથી: ‌‌‌BSFના અધિકારી

છેલ્લાં કેટલાંક વર્ષથી વિજય રૂપાણી ગુજરાતની પાકિસ્તાન સાથેની સીમા પર તૈનાત બીએસએફના જવાનો સાથે બોર્ડર આઉટપોસ્ટ પર દિવાળી ઉજવે છે. આ વખતે કેન્દ્રીય ગૃહમંત્રી કચ્છમાં પાકિસ્તાન સાથે આવેલી સીમા પર ‌BSFના જવાનો સાથે દિવાળી ઉજવે તેવી શક્યતા છે. હજુ સત્તાવાર કોઇ જાહેરાત કરાઈ નથી, પરંતુ સરકારના સૂત્રો જણાવે છે કે હાલ આ પ્રમાણે તૈયારી ચાલી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર બોર્ડર સિક્યોરીટી ફોર્સના ડિરેક્ટર જનરલ અને ગુજરાત કેડરના આઇપીએસ રાકેશ અસ્થાના આ માટે બે દિવસ કચ્છના પ્રવાસે આવીને સુરક્ષા તથા ગૃહમંત્રીના પ્રવાસ આયોજન અંગેની તૈયારી અને સમીક્ષા માટે આવી રહ્યા છે. તેઓ આ વિસ્તારમાં ફરીને આ આયોજન કરશે અને સાથે ગુજરાતની પાકિસ્તાન સાથેની સીમાની સુરક્ષા અંગે પણ નિરીક્ષણ કરશે. ત્યારબાદ શાહની આ મુલાકાત અંગે જાહેરાત કરાશે. આમ જોવા જઇએ તો ગૃહમંત્રી બન્યા બાદ અમિત શાહ પ્રથમવાર કચ્છ આવી રહ્યા છે. સૂત્રોએ આપેલી જાણકારી અનુસાર શાહ દિવાળીના એક-બે દિવસ પહેલા સાંજે બોર્ડર પર આવશે અને ‌બીએસએફના જવાનોને મળશે તથા રાત્રે દિવાળીની ઉજવણી કરશે. આ ઉપરાંત એવી પણ વાત થઇ રહી છે કે અમિત શાહ અહીં રાત્રિ રોકાણ પણ કરી શકે છે અને બીજા દિવસે સવારે હેલિકોપ્ટરથી અમદાવાદ પરત ફરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here