દિવાળી પહેલા કેન્દ્ર સરકાર વધુ એક રાહત પેકેજ આપશે

0
87

દેશમાં ચાલી રહેલી કોરોનાવાયરસ મહામારી વચ્ચે મંદ પડી ગયેલા કેટલાક ધંધા અને ઉદ્યોગો ને ઉત્તેજન આપવા માટે તેમજ માંગ વધારવા માટે અને ખરીદારી વધારવા માટે કેન્દ્ર સરકાર દિવાળી પહેલા જ વધુ એક રાહત પેકેજ જાહેર કરી શકે છે અને તે માટેની તૈયારી નાણા મંત્રાલયમાં શરૂ થઇ ગઇ હોવાનું સરકારના અંતરંગ વર્તુળોએ જણાવ્યું છે. આ વખતના રાહત પેકેજમાં ખાસ કરીને જે ક્ષેત્રો સહાયતાથી વંચિત રહી ગયા છે તેમના માટે રાહતો જાહેર કરવામાં આવશે અને ખાસ કરીને દેશમાં માંગ વધી શકે અને લોકો ખરીદી કરવા માટે બહાર નીકળે તે મતલબના પગલાં જાહેર થઈ શકે છે તેવા સંકેતો પણ મળ્યા છે. નાણામંત્રાલયના વર્તુળોએ એવી માહિતી આપી છે કે રોજગાર વધારવા માટેના પગલાં પણ જાહેર થઈ શકે છે અને કોરોનાવાયરસ મહામારીમાં સૌથી વધુ ઘાયલ થયેલા ક્ષેત્રોને વધુ સહાયતા આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. શહેરી પરિયોજનાઓ આગળ વધી શકે તે માટે અને માળખાગત સેક્ટર ને પ્રોત્સાહન મળે તે માટેના પગલાં પણ જાહેર કરવામાં આવશે તે જ રીતે ઉત્પાદન સાથે જોડાયેલા પ્રોત્સાહન પેકેજમાં વધુ કેટલા ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવશે જેથી લોકો પોતાના ઉત્પાદનમાં વધારો કરી શકે અને માંગ વધી શકે. તેવા સંકેતો પણ મળી રહ્યા છે કે મનેરેગા યોજનાને શહેરોમાં લાવવાની કેન્દ્ર સરકારની ઇચ્છા હતી પરંતુ અત્યારે આ સ્કીમનો અમલ શહેરો માટે મોકૂફ રહી શકે છે અને રાહત પેકેજમાં કદાચ તેની જાહેરાત કરવામાં આવશે નહીં તેવી શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here