માર્ક ઝુકરબર્ગે વોટ્સએપ વિષે જણાવ્યું કંઇક ખાસ , અત્યારે જાણી લો તેના નવા ફીચર વિષે

0
116

શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક દિવસમાં વોટ્સએપ પર કેટલા મેસેજીસ મોકલવામાં આવતા હશે? આ વાતનો ખુલાસો ખુદ આ એપના માલિક માર્ક ઝુકરબર્ગે કર્યો છે. એવું કહેવામાં આવ્યું હતું કે ફેસબુકની માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપ ઉપરથી દરરોજ સો કરોડથી વધુ મેસેજીસ મોકલવામાં આવે છે. ઝુકરબર્ગે એવું પણ જણાવ્યું હતું કે દરરો૨૫૦ કરોડથી વધુ લોકો વોટ્સએપ ,ફેસબુક અને અન્ય એપ્સનો ઉપયોગ કરે છે.

Statistaએ શેર કરેલા ડેટા મુજબ, ઓક્ટોબર સુધી વોટ્સએપમાં૨૦૦ મિલિયન જેટલા વપરાશકર્તાઓ એક્ટીવ હતા, જ્યારે તે જ મહિના સુધી ફેસબુક મેસેંજર પર ૧૩૦ મિલિયન વપરાશકર્તાઓ એક્ટીવ હતા. આ અગાઉ જાન્યુઆરીમાં એન્ડ્રોઇડ ડિવાઈસીસ ઉપર વોટ્સએપ ૫૦૦ મિલિયનથી વધુ વખત ડાઉનલોડ થયું હતું.  તેમજ   વોટ્સએપમાં આ રેકોર્ડ બનાવનારી બીજી નોન-ગૂગલ એપ્લિકેશનું પણ નવું ફીચર આવ્યું છે. જેની ફેસબુકના સીઈઓએ પણ માહિતી આપી હતી. આ સિવાય માર્ક ઝુકરબર્ગે કહ્યું હતું કે કંપનીએ મેસેંજર અને ઇન્સ્ટાગ્રામને નવા અપડેટ્સ સાથે ઇન્ટિગ્રેટ કર્યા છે.

વોટ્સએપ પર આવેલા નવા ફીચર 
વોટ્સએપ પર ઘણા નવા ફીચર એડ થયા છે. જેમાં  ચેટની નોટીફિકેશનથી જોડાયેલ પણ એક ફીચર છે. જેવા ચેટને હમેશા માટે મ્યુટ કરવાનો પણ ઓપ્શન છે. જેમાં  ભારતીય વપરાશકર્તાઓ હવે’Always Mute’ વિકલ્પ સાથે ગમે તેના ચેટને મ્યુટ કરી શકે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here