શું તમે જાણો છો ગૂગલ પ્લે સ્ટોર ઉપર આવેલ નવા ફીચર વિષે?

0
91

જ્યારે પણ તમે કંઈક વસ્તુ ખરીદો છો તેની સરખામણી બજારમાં મળતી અન્ય વસ્તુઓ સાથે કરો છો. ત્યારે તમે શું તમારા મોબાઇલમાં કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરો છો તો શું તમે તેની અન્ય એપ્લિકેશનો સાથે સરખામણી કરો છો. કદાચ તમારો જવાબ ના જ હશે. પરંતુ જેમણે એપ્લિકેશનની સરખામણી કરવાનો પ્રયાસ કર્યો હશે. તેમને  થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હશે.

પરંતુ હવે ગૂગલ તમારા માટે આ કાર્ય સરળ બનાવવા જઈ રહ્યું છે.  ગૂગલ પ્લે સ્ટોરે એક નવું ફીચર બનાવ્યું છે. જે ફક્ત તમારી એપ્લિકેશનની બીજી એપ્લિકેશન સાથે માત્ર સરખામણી જ નહી કરે પરંતુ તમારી જરૂરિયાત મુજબની બીજી એપ્લીકેશન પણ તમને જણાવશે. જ્યારે તમે ગૂગલ પ્લે સ્ટોર પર જઈને ડાઉનલોડ કરવા માટે કોઈ એપ્લિકેશન પસંદ કરશો ત્યારે પેજમાં નીચે Similar Apps સેક્શનની નીચે કમ્પેયર ફીચર મળશે. ગૂગલ પ્લે સ્ટોરના આ નવા ફીચરનો એન્ડ્રોઇડ યુઝર્સને સીધો લાભ થશે.  થશે. પ્લે સ્ટોર પર એપ્લિકેશન પસંદ કરવા માટે પહેલાથી જ રેટિંગ અને રીવ્યુની સુવિધા ઉપલબ્ધ હતી. પરંતુ હવે એપ કમ્પેરીઝન આવવાથી વધુ સરળતા મળશે. 

કઈ રીતે કામ કરશે આ ફીચર.
એપ કમ્પેરીઝન સેક્શનમાં પોપ્યુલર એપ્લિકેશનોનું લીસ્ટ દેખાશે. જેમાં કોઈ પણ એપ્લિકેશનનો ઉપયોગ કરવાની સરળતા, ઓફલાઈન પ્લેબૈક અને કાસ્ટિંગ જેવા તથ્યો સાથે કમ્પેર કરવામાં આવશે. એન્ડ્રોઇડ પોલીસના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આ ફીચર અમુક મીડિયા પ્લેયર્સ સુધી જ સીમિત છે. ગુગલ પળે સ્ટોરનું આ ફીચર એપના ૨૨.૪.૨૮. વર્ઝન ઉપર જ ઉપલબ્ધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here