પોઝિટિવ કેસનો આંક 7582 પર પહોંચ્યો, મૃત્યુઆંક 296 અને કુલ 4488 રિકવર થયા

0
324
  • વધુ 5 તબીબો કોરોનાની ઝપેટમાં આવ્યા
  • વધુ 17 રત્નકલાકારો પણ પોઝિટિવ આવ્યા

સુરત. લોકડાઉનમાંથી છૂટછાટ અપાયા બાદ લોકોની અવર-જવર વધતા જ સંક્રમણ પણ વધી ગયું છે. મહાનગર પાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ પોઝિટીવ કેસની સંખ્યા 7582 પર પહોંચી ગઇ છે. આ સાથે શહેર જિલ્લામાં મૃત્યુઆંક 296 પર પહોંચી ગયો છે. કોરોનાની સારવાર લઈને સારા થઇ ગયેલા શહેર-જિલ્લાના 136 દર્દીઓને ગત રોજ રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ 4488 દર્દી કોરોનાથી સારા થઇ ગયા છે.

2 સિવિલ અને 3 ખાનગી હોસ્પિટલના ડોક્ટર સંક્રમિત
વધુ સિવિલ હોસ્પિટલના 2 તબીબો અને ખાનગી હોસ્પિટલના 3 તબીબોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.શ્રેયસ હોસ્પિટલના ડોકટર અને વ્યાસ ક્લિનિકના ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.આ ઉપરાંત વધુ 17 રત્નકલાકારો પણ પોઝિટિવ આવ્યા હતા.આ ઉપરાંત ગુરુ નાનક હોસ્પિટલના કર્મચારી,અઠવા ઝોનની વાટિક સોસાયટીના વોચમેન,કતારગામના જમીન દલાલ,શાહપોરના મેડિકલ હોલસેલર,ઇલેક્ટ્રોનિકસનો ધંધો કરનાર,ખાનગી હોસ્પિટલના ફિઝિશિયન,કપોદ્રામાં મેડિકલ સ્ટોર ચલાવનાર,અગરબત્તી વેચનાર,જીઈ બીના કર્મચારી અને સેન્ટ્રલ ઝોનના કોન્ટ્રાકટર અને ફ્લોર મિલ ચલાવનાર કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here