RILનો શેર 1 કલાકમાં 6% તૂટ્યો, માર્કેટ કેપ 70 હજાર કરોડ રૂપિયા ઘટી; એક સપ્તાહમાં 1 લાખ કરોડનો ઘટાડો

0
124
  • આ વર્ષ જુલાઈમાં એક દિવસમાં આ શેર 6.2 ટકા તૂટ્યો તો, તે સમયે તે 1978 રૂપિયાથી ઘટીને 1798 રૂપિયા પર આવી ગયો હતો

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)ના શેરમાં આજે 6 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. આ કારણે એક કલાકમાં જ માર્કેટ કેપિટલાઈઝેશન 70 હજાર કરોડ રૂપિયા ઘટી ગઈ. કંપનીના ચેરમેન મુકેશ અંબાણીની તબિયત ખરાબ હોવાના સમાચારના કારણે આ ઘટાડો જોવા મળ્યો છે. જોકે આ મામલામાં RILએ કોઈ પણ ટિપ્પણી કરવાથી ઈન્કાર કર્યો છે.

આ પહેલા આ વર્ષે જુલાઈમાં જ એક દિવસમાં શેર 6.2 ટકા તૂટ્યો હતો. તે સમયે તે 1978થી ઘટીને 1798 રૂપિયા પર આવી ગયો હતો.

15 દિવસથી સોશિયલ મીડિયા પર અફવા​​​
છેલ્લા 15 દિવસથી એવા સમાચાર સોશિયલ મીડિયા પર ચાલી રહ્યાં છે મુકેશ અંબાણીની સ્થિતિ ખરાબ છે. તેમનું લંડન ખાતે ઓર્ગેન ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તેમનું વજન 30 કિલો ઘટી ગયું છે. સોશિયલ મીડિયા પર એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કારણથી અંબાણી પરિવાર IPLમાં દેખાઈ રહ્યો નથી. જોકે ગત સપ્તાહમાં જાણીતા વકીલ હરીશ સાલ્વેના લગ્નમાં મુકેશ અંબાણીએ વેબિનાર દ્વારા હાજરી નોંધાવી હતી.

હાલ માહિતી એકત્રિત કરાવી રહ્યાં છે બ્રોકરેજ હાઉસ
કેટલાક બ્રોકરેજ હાઉસનું માનવું છે કે આ સામાચર અત્યાર સુધીમાં બહાર આવ્યા નથી અને જ્યાં સુધીમાં આ અંગે સંપૂર્ણ માહિતી ન આવે ત્યાં સુધી એ કહેવું ખોટું છે. જોકે શેર પર તેની અસર આજે સવારે જોવા મળી છે. કેટલાક બ્રોકરેજ હાઉસ કહે છે કે ફ્યૂચર રિટેલની ડીલ અને શનિવારે કંપનીના ખરાબ રિઝલ્ટના કારણે શેર પર દબાણ છે. કેટલાક બ્રોકરેજ હાઉસ કહે છે કે રિઝલ્ટ એટલું ખરાબ નથી કે શેર 6 ટકા તૂટી જાય. તેની પાછળ બીજા કારણો છે.

મુકેશ અંબાણીનો આ ફોટો સોશિયલ મીડિયામાં સર્ક્યુલેટ થઈ રહ્યો છે. જોકે એ વાત કન્ફર્મ થઈ નથી કે આ ફોટો ઓરિજનલ છે કે એડિટ કરવામાં આવ્યો છે.

મુકેશ અંબાણીનો આ ફોટો સોશિયલ મીડિયામાં સર્ક્યુલેટ થઈ રહ્યો છે. જોકે એ વાત કન્ફર્મ થઈ નથી કે આ ફોટો ઓરિજનલ છે કે એડિટ કરવામાં આવ્યો છે.

1940 રૂપિયા પર જતો રહ્યો શેર
સોમવારે સવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર 6 ટકા ઘટીને 1940 રૂપિયા સુધી પહોંચ્યો હતો. તે છેલ્લા 4 મહિનાનું સૌથી નીચેનું સ્તર છે. આ કારણે આજે એક કલાકમાં એમકેપ 70 હજાર કરોડ રૂપિયા ઘટી ગઈ. જ્યારે 23 ઓક્ટોબરથી લઈને આજ સુધીમાં કંપનીની માર્કેટ કેપ એક લાખ કરોડ રૂપિયા ઘટી ગઈ છે.

હિસ્સો વેચાવવાના કારણે શેર નવી ઉંચાઈએ પહોંચ્યો
ટેલિકોમમાં અને રિટેલ સેગમેન્ટમાં હિસ્સો વેચાવવાના કારણે આરઆઈએલના શેરમાં તેજી હતી. જ્યારે આ પહેલા આ શેર ઘણા વર્ષો સુધી અન્ડર પરફોર્મ હતો. કોરોનાના કારણે કંપનીનું પ્રથમ ત્રિમાસિકનું પ્રદર્શન ભલે સારું ન રહ્યું હોય પરંતુ બીજા ત્રિમાસિકમાં તેણે સારુ પ્રદર્શન કર્યું. બીજી ત્રિમાસિકમાં તેનો ચોખ્ખો નફો 15 ટકા ઘટીને 9500 કરોડ રૂપિયા રહ્યો છે. જોકે તેની રેવન્યુ પણ 1.48 લાખ કરોડ રૂપિયા ઘટીને 1.28 લાખ કરોડ રૂપિયા રહી છે. ટેલિકોમ સેગમેન્ટ કંપની માટે એક વરદાન સાબિત થઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here