સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનો ચમકારો: લઘુતમ તાપમાન 2 ડિગ્રી જેટલું ઘટયું

0
70

જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં એકાએક જોરદાર પલટો આવ્યો છે અને છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટા પડ્યા છે.સાથોસાથ અમુક સ્થળે સામાન્ય હિમવષર્િ પણ થઈ છે. હવે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં અને દેશના અન્ય ભાગોમાં શિયાળાની સીઝન જમાવટ કરશે. લઘુતમ તાપમાનનો પારો આગામી ત્રણ દિવસમાં ત્રણથી ચાર ડિગ્રી જેટલો નીચે ઉતરે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ શિયાળાની ઠંડીનો ચમકારો આજે સવારે અનુભવાયો છે. લઘુતમ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી જેટલો ઘટી ગયો છે રાજકોટમાં આજનું લઘુતમ તાપમાન 17.6 ડિગ્રી નોંધાયું છે જે ગઇકાલની સરખામણીએ 2 ડિગ્રી જેટલું નીચું છે. કેશોદમાં ગઈકાલે 19.4 અને આજે 17.4 ડિગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે.નલિયામાં આજે લઘુત્તમ તાપમાન 14.7 ડિગ્રી રહ્યું છે જે ગઇકાલ કરતાં 2 ડિગ્રી ઓછું છે. અમરેલીમાં આજે 18.7 અને ગઈકાલે 19.1 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. સુરેન્દ્રનગરમાં આજના તાપમાનમાં માત્ર અડધો ટકાનો ઘટાડો થયો છે તને આજે 19 ડિગ્રી તાપમાન રહ્યું છે.


સૌરાષ્ટ્રના અન્ય શહેરોના લઘુતમ તાપમાનની વાત કરીએ તો મહુવામાં 18.7, ભાવનગરમાં 20, પોરબંદરમાં 19.9, વેરાવળ 22.1, દ્વારકા 22.5, ઓખા 25.2, ભુજ 20, કંડલા 17.7 ડિગ્રી નોંધાયુ છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ જમ્મુ-કાશ્મીર, લદાખ, ગીલગીટ, બાલ્ટિસ્તાન અને હિમાચલ પ્રદેશમાં અપર હિલ તથા લોઅર હિલ વિસ્તારમાં અનેક સ્થળોએ વરસાદ પડ્યો છે. આવી જ રીતે ઉત્તર પૂર્વના રાજ્યોમાં ઉત્તરાખંડ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ,મેઘાલય સહિતના રાજ્યોમાં પણ જોરદાર વરસાદ પડયો હોવાના અહેવાલ છે. આગામી તારીખ 5 અને 6 ના રોજ જમ્મુ કાશ્મીર અને લડાખમાં વરસાદ અને હિમવષર્નિી આગાહી કરવામાં આવી છે.


અરબી સમુદ્રમાં કણર્ટિકના દરિયાકાંઠે તથા કોકણ અને મધ્યપ્રદેશ વચ્ચેના વિસ્તારમાં અલગ અલગ બે સાઈક્લોનિક સર્ક્યુલેશન જોવા મળી રહ્યા છે. અને તેના કારણે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં આગામી દિવસોમાં વાદળિયું વાતાવરણ જોવા મળે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here